back to top
Homeભારતમાઈક્રોસોફ્ટમાં ખામી પર ભારત સરકારનું પ્રથમ નિવેદન, અશ્વિની વૈષ્ણવે કહ્યું-અમે કંપનીના સંપર્કમાં

માઈક્રોસોફ્ટમાં ખામી પર ભારત સરકારનું પ્રથમ નિવેદન, અશ્વિની વૈષ્ણવે કહ્યું-અમે કંપનીના સંપર્કમાં

Image:ians

Microsoft Global Outage: માઈક્રોસોફ્ટ સર્વર ઠપ થતા તમામ આઈટી સિસ્ટમ, કમ્પ્યુટર અને લેપટોપ અચાનક બંધ પડી ગયા હતા.  આ ઉપરાંત દુનિયામાં ઘણાં એરપોર્ટ પર ફ્લાઇટ્સ અટકી પડી હતી. માઇક્રોસોફ્ટ કોર્પોરેશનની ક્લાઉડ સેવાઓમાં મોટી ખામીને કારણે ભારતમાં પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેને લઈને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘IT મંત્રાલય આ મામલે માઈક્રોસોફ્ટ અને તેના ભાગીદારો સાથે સંપર્કમાં છે. આ ખરાબીનું કારણ નક્કી કરવામાં આવ્યું છે અને સમસ્યાને ઉકેલવા માટે અપડેટ્સ રિલીઝ કરવામાં આવ્યા છે.’

અમેરિકામાં 200થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી

માઈક્રોસોફ્ટના સર્વર ડાઉનને કારણે સૌથી વધુ અસર અમેરિકામાં થઈ છે, અત્યાર સુધીમાં 200થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. આ ઉપરાંત વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક સિંગાપોરના ચાંગી એરપોર્ટ પર ચેક-ઈન પ્રક્રિયા મેન્યુઅલી શરૂ કરવામાં આવી રહી છે. હાલ 74 ટકા યુઝર્સને માઇક્રોસોફ્ટના સ્ટોરમાં લોગિન કરવામાં મુશ્કેલી પડી રહી છે. તો 26 ટકા યુઝર્સને માઇક્રોસોફ્ટ એપમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

શા માટે થઈ તકલીફ?

માઇક્રોસોફ્ટની સર્વિસ હેલ્થ સ્ટેટસ અપડેટ અનુસાર, આ સમસ્યાની શરૂઆત Azure બેકએન્ડ વર્કલોડના કૉંફીગ્યુરેશનમાં કરવામાં આવેલ એક ફેરફારના કારણે થઈ હતી. જેના કારણે સ્ટોરેજ અને કમ્પ્યુટર રિસોર્સિસ વચ્ચે સમસ્યા આવી રહી છે અને તેના કારણે કનેક્ટિવિટી ફેલ્યોર જેવી સમસ્યાઓ શરૂ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: અચાનક આખી દુનિયા કેમ થંભી ગઈ, માઈક્રોસોફ્ટ ખામીનું સૌથી મોટું કારણ આવ્યું સામે

માઈક્રોસોફ્ટ 365ની સર્વિસિસ પર અસર પડી છે. માઈક્રોસોફ્ટ સાથે કામ કરનાર સાયબર સિક્યોરીટી કંપની CrowdStrike દ્વારા આ ભૂલ માનવામાં આવી છે. તેણે કહ્યું હતું કે જેના કારણે આ તકલીફ થઈ તે કારણ શોધી લેવામાં આવ્યુ છે અને તેનાં પર કામ કરવામાં આવી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments