Hardik Pandya Natasa Stankovic Divorce: ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને બોલિવૂડની અભિનેત્રી કમ મોડેલ નતાશા સ્ટેનકોવિકે આખરે છૂટાછેડાની જાહેરાત કરી દીધી છે. આ બાબતે હાર્દિકે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરી હતી.
આ ખુલાસા પહેલા જ નતાશા તેમના પુત્ર અગસ્ત્યને લઈને સર્બિયા જવા રવાના થઈ ગઈ હતી. જોકે, નતાશાના જીવનમાં બ્રેકઅપનો આ પહેલો કડવો અનુભવ નથી. આ પહેલાં પણ મોડલનું ઘણા વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યાં બાદ બ્રેકઅપ થયું હતું. આ અંગે તેણે સાર્વજનિક મંચ પર ખુલાસો કર્યો હતો.
અલી ગોનીને ડેટ કરી રહી હતી અભિનેત્રી
પોતાના બ્રેકઅપને લઇને રિયાલિટી શોમાં એકટ્રેસે એક વાતનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, હું ટીવી એક્ટર અલી ગોનીને ડેટ કરી રહી હતી. અભિનેત્રીએ આ સંબંધ કેવો હતો વગેરે બાબતોનો ખુલાસો કર્યો હતો. હાર્દિક પંડ્યા પહેલા પાંચ વર્ષ સુધી નતાશા અલી ગોની સાથે રિલેશનશિપમાં હતી.
અલી અને નતાશાની પ્રથમ મુલાકાત અલીની ભાભીએ કરાવી હતી. આ મુલાકાત બાદ બંનેની મિત્રતા થઇ અને ડેટિંગ સુધી વાત પહોંચી. બંને વર્ષ 2014માં રિલેશનશિપમાં આવ્યા હતા અને તે પછી લાંબા સમય સુધી લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યાં હતા. બંને વચ્ચે ઘણા મતભેદો હતા બંને અનેક ઇવેન્ટમાં અલગ રહેતા તો થોડો સમય બાદ ફરીથી સાથે પણ આવતા જોવા મળતા હતા. આ લવ સ્ટોરી ઘણી રસપ્રદ અને વિચિત્ર હતી.
નતાશા-અલી ‘નચ બલિયે 9’માં કપલ પાર્ટિસિપન્ટ્સ તરીકે જોવા મળ્યા હતા. આ દરમિયાન બંનેએ પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. આ દરમિયાન બંનેએ ખુલાસો કર્યો હતો કે, તેમના સંબંધો એક વર્ષમાં જ ખતમ થઈ ગયા હતા, પરંતુ તે પછી પણ બંને એક થઇ જતા હતા.
બંનેએ શોમાં કહ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિમાં તેઓ તેમના સંબંધોને લઈને મૂંઝવણમાં છે. શોના જજ અહેમદ ખાને બંનેને પૂછ્યું હતું કે, “તમારા લોકોના બ્રેકઅપને 5 વર્ષ થઈ ગયા કે પછી તમારૂં બંનેનું પાંચ વર્ષ પછી બ્રેકઅપ થયું?” આ સવાલના જવાબમાં અલીએ કહ્યું, ‘ના…ના, બ્રેકઅપને ચાર વર્ષ થઈ ગયા છે.’
આ પણ વાંચો: કરોડોની સંપત્તિનો માલિક છે હાર્દિક, કાયદા પ્રમાણે કઈ સંપત્તિ પર લાગે નતાશાનો હક?
અલી ગોનીએ જણાવ્યું હતુ બ્રેકઅપનું કારણ :
ત્યારબાદ અલી ગોનીએ સ્પષ્ટતા આપતા કહ્યું કે, અમે સમયાંતરે મળતા રહીએ છીએ અને તેના કારણે અમે ભૂલી જઈએ છીએ કે બ્રેકઅપ થયું છે. તેના પર પ્રતિક્રિયા આપતા નતાશાએ કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં તેઓ ઘણી વખત લડ્યા અને અલગ થઈ ગયા. બે વખત બ્રેકઅપ થયું, પરંતુ તેમ છતાં તેઓ એકબીજાને મળતા રહ્યા. અમારા બંને વચ્ચે પ્રેમ હતો તેના કારણે જ અમે અલગ ન રહી શક્યા.
એક ઈન્ટરવ્યુમાં અલીએ નતાશા સાથેના બ્રેકઅપનું કારણ પણ જણાવ્યું હતું. અલીએ કહ્યું હતું કે, ‘અલગ સંસ્કૃતિના કારણે અમારે અલગ થવું પડ્યું અને હું એક ભારતીય છોકરી સાથે રહેવા માંગતો હતો.’