H1-B Visa Holders’ spouse Get Work Permit: અમેરિકાની કોર્ટે એક મહત્ત્વનો નિર્ણય જાહેર કરતાં એચ-1 બી વિઝા ધારકોને રાહત આપી છે. યુએસ કોર્ટે એચ-1બી વિઝા ધારકોના જીવનસાથીને પણ અમેરિકામાં કામ કરવાની મંજૂરી આપતો નિર્ણય જાળવી રાખતો મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. આ મંજૂરીના આદેશથી અમેરિકાની ટેક ઈન્ડ્સ્ટ્રીમાં આનંદ પ્રસર્યો છે. કારણકે, તેના લીધે હવે અમેરિકામાં વધુને વધુ ટેલેન્ટ કામ કરવાની ઈચ્છા પૂરી કરશે.
ત્રણ જજની પેનલે શોધી કાઢ્યું છે કે, યુએસ ઈમિગ્રેશન લોએ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી બ્રોડ ઓથોરિટીને વિઝાધારકો માટે શરતો નક્કી કરવા મંજૂરી આપી છે. એચ-1બી વિઝા પ્રોગ્રામ એ અમેરિકાના ટેક સેક્ટર માટે મહત્ત્વનો છે. ગુગલ, એમેઝોન, માઈક્રોસોફ્ટ જેવી ટેક કંપનીઓએ આ ચુકાદાને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, આ આદેશથી ટેક કંપનીઓમાં કામ કરતાં વિદેશી પ્રોફેશનલ્સને જાળવી રાખશે. તેઓને એચ-1બી કામદારોને અમેરિકામાં સ્થાયી થવા પ્રોત્સાહન મળશે.
આ પણ વાંચોઃ અમેરિકા જતા ભારતીયો માટે મોટા સમાચાર, H1B વિઝાના નવા નિયમો આ તારીખે થશે જાહેર
નીચલી કોર્ટે સધર્ન કેલિફોર્નિયા એડિસનના ભૂતપૂર્વ કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતું જૂથ સેવ જોબ્સ યુએસએ દ્વારા કરવામાં આવેલી અરજીને ફગાવી હતી, આ અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, વિદેશી કામદારોની સંખ્યા વધતાં તેમને નોકરીઓ મળી રહી નથી. સેવ જોબ્સ યુએસએએ દલીલ કરી હતી કે H-1B જીવનસાથીઓને કામ કરવાની મંજૂરી આપતો નિયમ ગેરકાયદેસર છે અને લોપર બ્રાઈટ એન્ટરપ્રાઈઝ વિ. રાયમોન્ડોમાં સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા પર પુનર્વિચાર થવો જોઈએ.
નીચલી કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, તેનો નિર્ણય ફેડરલ કાયદા દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટ અધિકૃતતા પર આધારિત છે, જે શેવરોન ડિફરન્સથી સ્વતંત્ર છે. તે 2022 જેવો જ કેસ છે જેમાં કોર્ટે વિદેશી વિદ્યાર્થીઓને સ્નાતક થયા પછી કામ કરવાની મંજૂરી આપતા નિયમને સમર્થન આપ્યું હતું.
કંપનીઓ આંતરરાષ્ટ્રીય પ્રતિભાનો લાભ લેવાનું ચાલુ રાખી શકે અને કૌશલ્યની ગંભીર અછતને દૂર કરી શકે તે સુનિશ્ચિત કરતાં આ નિર્ણય દૂરગામી અસરો કરશે.