Image: Freepik
Vitamin C Deficiency: શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિન્સ અને પોષણથી ભરપૂર ડાયટ ખૂબ મહત્વની માનવામાં આવે છે. વિટામિન સી ની ઉણપથી શરીરને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વિટામિન સી આપણા શરીર માટે ખૂબ જરૂરી છે. ઈમ્યૂનિટીને મજબૂત બનાવવામાં વિટામિન સી નો ખાસ રોલ છે. મજબૂત ઈમ્યુનિટી શરીરને ઘણા પ્રકારના સંક્રમણથી બચાવવામાં મદદરૂપ છે. વિટામિન સી ની ઉણપને દૂર કરવા માટે તમે ખાટા ફળોને ડાયટમાં સામેલ કરી શકો છો.
વિટામિન સી ની ઉણપથી થતાં નુકસાન
1. આંખો
જો તમારી આંખો કમજોર છે તો તમને વિટામિન સી ની ઉણપ હોઈ શકે છે. વિટામિન સી આંખો માટે ખૂબ સારું માનવામાં આવે છે.
2. આયર્ન
જે લોકોમાં આયર્નની ઉણપ રહે છે તેમનામાં પણ ઘણી વખત વિટામિન સી ની ઉણપ જોવામાં આવે છે.
3. થાક
જો તમે પણ થોડા કામમાં થાકી જાવ છો એટલે કે કમજોરી અનુભવો છો તો તમને વિટામિન સી ની ઉણપ હોઈ શકે છે.
4. હાડકાંઓ
હાડકાંઓ ઘણી વખત દુખાવો રહે છે તો તમને વિટામિન સી ની ઉણપ હોઈ શકે છે. તેની ઉણપથી સોજો અને દુખાવાની સમસ્યા વધી શકે છે.
5. સ્કિન
વિટામિન સી આપણી સ્કિન માટે ખૂબ જરૂરી માનવામાં આવે છે. વિટામિન સી ની ઉણપથી સ્કિન ડ્રાય અને નિર્જીવ નજર આવે છે.
6. ઈમ્યુનિટી
જો તમે વારંવાર બિમાર પડી જાવ છો તો તમારી ઈમ્યૂનિટી કમજોર છે. વિટામિન સી ઈમ્યુનિટીને બૂસ્ટ કરવા માટે જાણીતું છે.