Pitru Paksha: આ વખતે 17 સપ્ટેમ્બરથી પિતૃ પક્ષની શરૂઆત થશે. અને જે 2 ઓક્ટોબરે સમાપ્ત થશે. પિતૃ પક્ષનો સમયગાળો 15 દિવસનો હોય છે. આ દરમિયાન પિતૃઓ માટે પિંડ દાન, તર્પણ અને શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે.
પિતૃ પક્ષ દરમિયાન નવું વાહન, મકાન, કપડા વગેરેની ખરીદી કરવાને અશુભ માનવામાં આવે છે. આ ઉપરાંત મુંડન, ગૃહ પ્રવેશ, લગ્ન અને સગાઈ જેવા શુભ કાર્યો પણ થઇ શકતા નથી. જો તમારે નવું વાહન, નવું મકાન કે નવા કપડાં ખરીદવા હોય તો પિતૃ પક્ષ પહેલા કરી લો. અન્યથા આ 15 દિવસમાં કોઈ શુભ કાર્ય કરી શકાશે નહી.
આ પણ વાંચો: વાંચો તમારું 08 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય
પિતૃ પક્ષ પહેલાનો શુભ સમય 12મી સપ્ટેમ્બરે સવારે 6:05 વાગ્યાથી બીજા દિવસે 13મી સપ્ટેમ્બરના રોજ સવારે 6:05 વાગ્યા સુધીનો રહેશે. આ સમયગાળા દરમિયાન તમે ખરીદી કરી શકો છો. જો તમે પિતૃ પક્ષ પહેલા આ કાર્ય કરી શકો તેમ નથી, તો તમારે પિતૃ પક્ષ સમાપ્ત થવાની રાહ જોવી પડશે.
જો કોઈને કુંડળીમાં પિતૃદોષ હોય તો, તેમણે આ દોષથી મુક્તિ મેળવવા માટે પિતૃઓના નામે પિંડદાન કરવું જોઈએ. અને જે તે વ્યક્તિએ તેના દ્વારા થયેલી બધી ભૂલો માટે માફી પણ માંગવી જોઈએ.