add caption
Different Colours of Ganpati bappa: આજે (7 સપ્ટેમ્બર 2024), ગણેશ ચતુર્થીનો તહેવાર દેશભરમાં ખૂબ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે.
લોકો હર્ષોલ્લાસ સાથે પોતાના ઘરમાં ગણપતિની સ્થાપના કરશે અને આગામી 10 દિવસ સુધી દરરોજ ગણેશજીની પૂજા કરવામાં આવશે. દરેક વ્યક્તિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરીને તેમની સમસ્યાઓ બાપ્પા સુધી પહોંચાડે છે.
ગણેશોત્સવના અવસરે ગણપતિની મૂર્તિઓને અલગ અલગ રંગમાં રંગવામાં આવે છે. જેમાં વિવિધ શક્તિઓ રહેલી હોય છે.આજે અમે તમને જણાવીશું કે, અલગ-અલગ રંગની ગણપતિની મૂર્તિઓનું શું મહત્ત્વ છે અને તમે ગણપતિને કેવી રીતે સ્થાપિત કરી તમારી સમસ્યાઓ દૂર કરી શકો છો. બજારમાં મળતાં અલગ-અલગ કલરના ગણપતિ વ્યક્તિની દરેક ઇચ્છા પૂરી કરે છે.
પીળા રંગના ગણપતિ
હળદર સમાન પીળા રંગના ગણપતિને હરિદ્રા ગણપતિ કહેવામાં આવે છે અને તેમને છ હાથ હોય છે. ઘરના મુખ્ય પૂજા સ્થાન પર પીળા ગણપતિની સ્થાપના કરવી જોઈએ અને તેમની પૂજા – ઉપાસના કરવાથી સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
લાલ રંગના ગણપતિ
આમ તો લાલ રંગના ઘણા ગણેશજી હોય છે, પરંતુ ખાસ કરીને ચાર હાથવાળા લાલ ગણેશની પૂજા કરવામાં આવે છે. તેમને સંકષ્ટહરણ ગણપતિ કહેવામાં આવે છે અને તમે તેમને દુર્વા ચઢાવીને પૂજા ઉપાસના કરશો તો દરેક સમસ્યા દૂર થઈ જાય છે.
સફેદ રંગના ગણપતિ
સફેદ રંગના ચાર હાથવાળા ગણપતિને શુભ્ર અથવા દ્વિજ ગણપતિ કહેવામાં આવે છે. તેમની પૂજા કરવાથી જ્ઞાન અને બુદ્ધિનું વરદાન મળે છે. ખાસ કરીને દેવું દૂર કરવા માટે તેમની પૂજા કરવામાં આવે છે.
વાદળી ગણપતિ
વાદળી રંગના ગણપતિને ઉચ્છિષ્ટ ગણપતિ કહેવામાં આવે છે. તેમને ચાર હાથ હોય છે. પરંતુ સામાન્ય રીતે આ ગણપતિની પૂજા કરવામાં આવતી નથી. તંત્રની વિશેષ પૂજાથી વાદળી રંગના ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. ઉચ્ચ પદ પ્રાપ્ત કરવા અને તંત્ર-મંત્રથી રક્ષણ મેળવવા માટે તેમની પૂજા કરવામાં આવે છે.