મેષ : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. કામનો ઉકેલ આવવાથી રાહત રહે.
વૃષભ : આપના કામમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સાનુકુળતા થતી જાય. રાજકીય સરકારી કામકાજ, ખાતાકીય કામકાજ અંગે દોડધામ રહે.
મિથુન : આપના રૂકાવટ મુશ્કેલીમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. ધર્મકાર્ય શુભકાર્ય થવાથી આનંદ રહે.
કર્ક : આપને કામકાજમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. જમીન-મકાન વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં. ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે.
સિંહ : આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ જળવાઈ રહે. આપના કામમાં નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે.
કન્યા : આપને કામમાં સાનુકુળતા મળી રહે. સામાજિક વ્યવહારિક કામમાં વ્યસ્ત રહો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
તુલા : માનસિક પરિતાપ વ્યગ્રતા જણાય. મહત્ત્વના નિર્ણય લેવામાં ચર્ચા-વિચારણા કરી લેવી. આવેશ ઉશ્કેરાટમાં આવી જવું નહીં.
વૃશ્ચિક : આપને કામકાજમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. કોર્ટ કચેરીના કામમાં, રાજકીય સરકારી કામમાં, ખાતાકીય ઉતાવળ કરવી નહીં.
ધન : આપના કામકાજમાં ધીમે ધીમે સાનુકુળતા થતી જાય. કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવાય. ધર્મકાર્ય થઇ શકે.
મકર : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન મકાન વાહનના કામમાં સાનુકુળતા મળી રહે.
કુંભ : દેશ પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. ધર્મકાર્ય શુભકાર્ય થવાથી પ્રસન્નતા અનુભવો.
મીન : આપે બેંકના, વીમા કંપનીના કામમાં શેરોને લગતા કામમાં સાવધાની રાખવી પડે. સામાજિક વ્યવહારિક કામકાજમાં ધ્યાન રાખવું.
– અગ્નિદત્ત પદમનાભ