– મને અત્યારે મારાં જ ગીતો પર હસવું આવે છે
મુંબઈ : યો યો હની સિંઘે કબૂલ કર્યું છે કે પોતે કેરિયરમાં મોટાભાગે સાવ બકવાસ ગીતો ગાયાં છે. આ ગીતો ગાવા બદલ તેને હવે અફસોસ થાય છે. એક ઈન્ટરવ્યૂમાં તેણે કબૂલ્યું હતું કે ‘આજ બ્લૂ હૈ પાની પાની પાની’ કે ‘લૂંગી ડાન્સ’ જેવાં ગીતો સાવ ધડમાથાં વગરના ગીતો હતાં. તેણે કહ્યું હતું કે ‘બ્લૂ હૈ પાની પાની’ ગીત તો સાવ ફાલતુ તુકબંદી સિવાય કશું નથી. આવાં ગીતો પોતે માત્ર બે કલાકમાં જ રેકોર્ડિંગ કરી નાખ્યાં હતાં. હવે તેને આ બધાં ગીતો સાંભળીને હસવું આવે છે કે પોતે આ કેવાં બકવાસ ગીતો ગાયાં છે.
યો યો હની સિંહે કહ્યું હતું કે તેને પોતાને તે વખતે ભાન ન હતી કે પોતે શું કરી રહ્યો છે. તેને એ વાતની નવાઈ લાગે છે કે કેમ ત્યારે લોકોએ તેને આટલો માથે ચઢાવી દીધો હતો. આજે પણ મને આ ગીતોથી આવક મળે છે. પરંતુ, આવાં બેકાર ગીતો ગાવાનો મને બહુ જ અફસોસ છે.