મુંબઈ : વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન સૌથી વધુ વિદેશી પ્રત્યક્ષ રોકાણ (એફડીઆઈ) આકર્ષવામાં મહારાષ્ટ્ર ટોચ પર રહ્યું છે. આ ક્વાર્ટર દરમિયાન દેશમાં કુલ રોકાણ રૂ. ૧,૩૪,૯૫૯ કરોડ છે, જેમાંથી રૂ. ૭૦,૭૯૫ કરોડ અથવા ૫૨.૪૬ ટકા રોકાણ એકલા મહારાષ્ટ્રમાં ઠલવાયા છે.
ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ અનુસાર, મહારાષ્ટ્ર અન્ય રાજ્યોની સરખામણીમાં પ્રથમ સ્થાને છે. ડેટા દર્શાવે છે કે આ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં દેશમાં આવતા વિદેશી રોકાણમાંથી ૫૨.૪૬ ટકા મહારાષ્ટ્રમાં રોકાણ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર, જે છેલ્લા બે વર્ષથી વિદેશી રોકાણ આકર્ષવામાં નંબર વન છે, તેણે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પણ સૌથી વધુ રોકાણ મેળવ્યું છે.
વિદેશી મૂડીરોકાણની દ્રષ્ટિએ મહારાષ્ટ્રમાં બીજા અને ત્રીજા ક્રમે રહેલા રાજ્યો કરતાં અનેક ગણું વધુ રોકાણ પ્રાપ્ત થયું છે.પડોશી રાજ્ય કર્ણાટક રૂ. ૧૯,૦૫૯ કરોડનું રોકાણ આકર્ષીને બીજા ક્રમે રહ્યું હતું. દિલ્હી રૂ. ૧૦,૭૮૮ કરોડ સાથે ત્રીજા સ્થાને, રૂ. ૯,૦૨૩ કરોડ સાથે તેલંગાણા ચોથા સ્થાને, રૂ. ૮,૫૦૮ કરોડ સાથે પાંચમા સ્થાન છે.
એકલા મહારાષ્ટ્રમાં આ તમામ રાજ્યોના સંયુક્ત કરતાં વધુ વિદેશી રોકાણ આવ્યું છે. આ ક્વાર્ટર દરમિયાન દેશમાં કુલ રોકાણ રૂ. ૧,૩૪,૯૫૯ કરોડ છે, જેમાંથી રૂ. ૭૦,૭૯૫ કરોડ અથવા ૫૨.૪૬ ટકા રોકાણ એકલા મહારાષ્ટ્રમાં આવ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં રોકાણ રૂ. ૧,૧૮,૪૨૨ કરોડ હતું
(કર્ણાટક, દિલ્હી, ગુજરાત સંયુક્ત કરતાં વધુ) થી ૨૦૨૩-૨૪માં રૂ. ૧,૨૫,૧૦૧ કરોડ (ગુજરાત કરતાં બમણા કરતાં વધુ અને ગુજરાત-કર્ણાટક સંયુક્ત કરતાં વધુ) હતું. જાણકારોએ કહ્યું હતું કે બીજા ક્વાર્ટરના આંકડા હજુ બાકી છે અને બીજા ક્વાર્ટરમાં પણ મહારાષ્ટ્ર નંબર વન હશે.