Iamge: FreePik
USCIS Guidlines For STEM Students To Give Work Permits: યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિઝ (USCIS)એ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નિયમોમાં ફેરફાર કર્યા છે. આ ફેરફારોનો લાભ ખાસ કરીને વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) ક્ષેત્રના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મળવાનો છે. STEM વિદ્યાર્થીઓ હવે અમેરિકામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ત્રણ વર્ષ સુધી કામ કરી શકશે. તેમજ ત્રણ વર્ષ બાદ પણ વધુ 60 દિવસનો સમય મળશે.
USCISએ STEM વિદ્યાર્થીઓની વર્ક પરમિટની ગાઈડલાઈન્સ સહિત વિવિધ ફેરફારો કર્યા છે. જેની અસર હજારો ભારતીય વિદ્યાર્થીઓને થશે. નવા નિયમો 27 ઓગસ્ટ, 2027થી લાગુ થઈ ચૂક્યા છે. જેમાં ઓપશનલ પ્રેક્ટિલ ટ્રેનિંગ (OPT)નો સમયગાળો એક વર્ષથી લંબાવી ત્રણ વર્ષ કર્યો છે. જેથી તેઓ અમેરિકામાં વધુ કામનો અનુભવ મેળવી શકશે.
ડિસ્ટન્સ લર્નિંગના વિદ્યાર્થીઓને પણ લાભ
નવી ગાઈડલાઈન્સમાં ડિસ્ટન્સ લર્નિંગ કરતાં વિદ્યાર્થીઓ પણ એફ-1 વિઝાનુ ઉલ્લંઘન કર્યા વિના પ્રત્યેક ટર્મમાં ત્રણ ઓનલાઈન ક્રેડિટ્સનો લાભ લઈ શકશે. જેથી ઓનલાઈન અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પોતાની અનુકૂળતા મુજબ શિક્ષણ મેળવી શકશે.
OPT માટે લાયકાત
વિદ્યાર્થીઓ દ્વારા બેચલર, માસ્ટર કે ડોક્ટરલ ડિગ્રી પૂર્ણ કર્યા બાદ તેઓ OPT માટે લાયક ગણાશે. તેઓ આ સેગમેન્ટમાં ત્રણ વર્ષ સુધી કામ કરી શકશે. તેમજ ત્રણ વર્ષ પૂર્ણ કર્યા બાદ આગામી રણનીતિ ઘડવા વધુ ત્રણ મહિનાનો સમય મળશે
60 દિવસનો ગ્રેસ પિરિયડ
OPT પૂર્ણ કર્યા બાદ 60 દિવસનો ગ્રેસ પિરિયડ મળશે. જેમાં વિદ્યાર્થીઓ પોતાના શિક્ષણ સ્તરમાં ફેરફાર, સર્ટિફાઈડ સ્કૂલમાં નવો કોર્સ કરવા અથવા અન્ય કોઈ વિઝા માટે અપ્લાય કરી શકશે. વધુમાં તેમના એમ્પ્લોયર્સ તેને H-1B વિઝા માટે સ્પોન્સર પણ કરી શકે છે. વધુમાં તમારૂ વર્તમાન વર્ક પરમિટ રદ થાય તે પહેલા 90 દિવસ સુધીમાં OPT લંબાવવા માટે અરજી કરી શકો છો.
OPT દરમિયાન બેરોજગાર
વિદ્યાર્થી OPTના પ્રારંભિક સમયમાં 90 દિવસ સુધી બેરોજગાર રહી શકશે. જો તમે 24 મહિનાનો STEM એક્સટેન્શન કરાવો છો તો તમને વધારાના 60 દિવસ મળશે, એટલે કે તમે 150 દિવસ સુધી કામની શોધ કરી શકશો. જેમાં તમારે ફોર્મ I-765, સુધારા ફી સાથે રજૂ કરવાનું રહેશે. તેમજ તમારા એમ્પ્લોયરની ઈ-વેરિફાઈ વિગતો, I-20 ફોર્મ સાથે છેલ્લા 60 દિવસનો તમારો DSO, અને STEM ડિગ્રીની નકલ રજૂ કરવાની રહેશે.