વિડિયો કોન લોન કેસમાં હાઈકોર્ટના ચુકાદાને પડકારાયો
સીબીઆઈની રજૂઆત સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરી
મુંબઈ -આઈસીઆઈસીઆઈ બેન્કના ભૂતપૂર્વ એમડી અને સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની વિડિયોકોન કેસમાં સીબીઅીએ કરેલી ધરપકડ ગેરકાયદે ઠેરવતા બોમ્બે હાઈ કોર્ટના ચુકાદાને પડકારતી અરજી પર સુપ્રીમે નોટિસ જારી કરી છે.
સીબીઆઈ વતી એડિશનલ સોલિસિટર જનરલ એસ વી રાજુએ કરેલી પ્રાથમિક રજૂઆત સાંભળ્યા બાદ કોર્ટે નોટિસ જારી કરી છે. બોમ્બે હાઈ કોર્ટે ફેબુ્રઆરીમાં આપેલા આદેશ સામે અપીલ કરાઈ હતી.
હાઈ કોર્ટે કોચર દંપતીને અગાઉ અપાયેલા વચગાળાના જામીન બહાલ રાખ્યા હતા અને દંપતીની ધરપકડ ગેરકાયદે ગણાવી હતી. કોચર દંપતીની ડિસેમ્બર ૨૦૨૨માં સીબીઆઈએ ધરપકડ કરી હતી. વિડિયોકોન ગુ્રપને ૨૦૧૨માં આઈસીઆઈસીઆઈ દ્વારા અપાયેલી ૩૨૫૦ કરોડની લોનમાં ગેરરીતિ અને છેતરપિંડી થયાનો આરોપ હતો. ફરિયાદમાં આરોપ કરાયો હતો કે આ વ્યવહારમાં કોચરના પતિ અને પરિવારના સભ્યોને આર્થિક લાભ થયો હતો.