back to top
Homeગાંધીનગરગણેશ વિસર્જન માટે જિલ્લામાં કૃત્રિમ કુંડ ઊભા કરવામાં આવ્યા

ગણેશ વિસર્જન માટે જિલ્લામાં કૃત્રિમ કુંડ ઊભા કરવામાં આવ્યા


મૂર્તિનું વિસર્જન નદી તળાવ જળાશયમાં કરવા ઉપર પ્રતિબંધ

નદી તળાવમાં ડૂબવાની ઘટનાઓને પગલે તંત્ર અને કોર્પોરેશન દ્વારા અલગ અલગ સ્થળે કુંડનું નિર્માણ કરાયું

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લા સહિત રાજયમાં આજથી ગણેશોત્સવનો આરંભ થઇ ગયો
છે. ગણેશોત્સવની ઉજવણી ગાંધીનગર શહેર સહિત ગ્રામ્ય અને શહેરી કક્ષાએ ગલી મોહલામાં
કરવામાં આવતી હોય છે. ગણેશજીની મૂર્તિના વિસર્જન કરવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા
અને જિલ્લાના વિવિધ સ્થળો ખાતે કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવેએ જણાવ્યું છે કે, ગાંધીનગર
જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તાર સાથે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં
ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે. તા. ૦૭ થી ૧૮ મી સપ્ટેમ્બર દરમ્યાન
ગણેશોત્સવ ચાલશે. ગણેશોત્સવની ઉજવણી કરવા માટે કેટલાય ઘરોમાં પૂરી આસ્થા સાથે
ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવતું હોય છે. મોટી સંખ્યામાં એક સાથે
ગણેશોત્સવની સમાપ્તી બાદ લોકો પૂરા ભાવ અને શ્રધ્ધા સાથે ગણેશજીની મૂર્તિનું
વિસર્જન સાબરમતી નદી કાંઠે કરવા આવતા હોય છે. શ્રધ્ધાના માહોલમાં કયારેક કોઇ
વ્યક્તિ પાણીમાં ડુબી જવાની ઘટના બનતી હોય છે. જેથી આ પ્રકારની કોઇપણ ઘટના ન બને
અને નદીમાં ગંદકી ન ફેલાય તેવા ઉમદા ભાવ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કૃત્રિમ
કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા વિસ્તારમાં ગણેશજીની મૂર્તિનું
વિસર્જન કરવા માટે સુખડેશ્વર મહાદેવ
,
પેથાપુર, સેકટર-
૩૦ સાબરમતી નદી બ્રિજ પાસે
,
ઘોળેશ્વર મહાદેવ, સંત
સરોવર
, ઇન્દ્રોડા, કોટેશ્વર મહાદેવ, ભાટ ટોલ પ્લાઝા
ખાતે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે. તેમજ દહેગામ નગરપાલિકા દ્વારા પાલૈયા તળાવ
અને નીલકંઠ મહાદેવ મંદિર
,
માણસા નગરપાલિકા દ્વારા હેત્વા તળાવ ખાતે કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવામાં
આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઇન્દિરા બ્રિજ
, હાંસોલ ખાતે પણ
કુત્રિમ કુંડ બનાવવામાં આવ્યો છે. ગણેશજીના સર્વે ભક્તો અને નગરજનોને નદી
, તળાવ, જળાશયો જેવા
જાહેર જળોતમાં ભગવાન ગણેશજીની મૂર્તિ વિસજત ન કરવા અને કુત્રિમ કુંડમાં કરવા
માટેની અપીલ કરવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments