– ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડયો
– સોનગઢ રેલવે સ્ટેશન રોડ ઉપર બાવળની કાંટમા વિદેશી દારૂ અને બિયરનો જથ્થો છુપાવ્યો હતો
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર, એલસીબી સ્ટાફ પાલીતાણા ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે,અજયસિહ બળદેવસિહ ગોહિલ (રહે.ટંડેલીયા ચોક, રેલવે સ્ટેશન રોડ, સોનગઢ )એ સોનગઢ રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ મામાની દેરી પાછળ આવેલ પડતર જગ્યા બાવળની કાંટમા વિદેશી દારૂ બીયરનો જથ્થો ઉતારેલ છે. જે બાતમી આધારે રેઇડ કરતાં વિદેશી દારૂની બોટલ ૨૦૦ અને બિયરના ટીન ૧૯૨ મળી આવતા પોલીસે અજયસિંહ બળદેવસિહ ગોહિલની ધરપકડ કરી પૂછપરછ કરતાં મહેશ ધરમશીભાઇ પરમાર (રહે.નવાપરા વિસ્તાર, સોનગઢ તા.સિહોર જી.ભાવનગર ),નરેશ (રહે.પાલીતાણા જી.ભાવનગર )એ મદદગારી કરી હોવાની કબૂલાત કરતાં એલસીબીએ ત્રણેય શખ્સ વિરૂધ્ધ સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.