– બે માસ પૂર્વે 18 છાત્રોની પસંદગી કરાઇ હતી
– વિવિધ 7 કંપનીમાં 60 જેટલી જગ્યા પર સ્નાતક, એન્જીનિયરોની ભરતી કરાશે
મળતી વિગતો મુજબ બે માસ પૂર્વે જુલાઇમાં ત્રણ કંપનીમાં ૧૮ જેટલા ઉમેદવારની પ્રાથમિક ભરતી કરાયા બાદ યુનિવસટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર-ભાવનગર તથા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવસટીના સયુંકત ઉપક્રમે આગામી તા.૧૦ને મંગળવારે સવારે ૧૦.૩૦ કલાકે યુનિવસટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર (બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ, લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિવસટીનું નવું કેમ્પસ, ભાવનગર) ખાતે રોજગાર ભરતીમેળો યોજાશે. જેમાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત એકમમાં એન્જિન્યરિંગ ટ્રેઈની, ક્યુસી, પ્રોડકશન તથા માર્કેટિંગ, એકાઉન્ટ્સ, નસગ સ્ટાફ, સેલ્સ એક્ઝિકયુટિવ એન્ડ માર્કેટિંગ એડવાઈઝરની જગ્યા ભરવાની છે.જેમાં બી.ઈ.- મિકેનિકલ, સિવિલ, કેમિકલ, ઈલેેકટ્રિકલ, પ્રોડકશન, એમ.કોમ., એમ.બી.એ., બી.એસસી. નસગ, એમ.એ. તથા કોઈપણ અનુસ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાચ્છુઓ ઈન્ટરવ્યુ માટે પ્રાથમિક લાયક ગણાશે. ઉમેદવારી કરવા ઈચ્છુક ઉમેદવારોએ ઉક્ત સમય અને સ્થળે રિઝયુમની નકલો સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા જણાવાયું છે.