back to top
Homeરાજકોટગોંડલ માર્કેટયાર્ડમાં 600 કિલો પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મળી આવતાં હડકંપ, તપાસનો ધમધમાટ...

ગોંડલ માર્કેટયાર્ડમાં 600 કિલો પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મળી આવતાં હડકંપ, તપાસનો ધમધમાટ શરુ

Chinese Garlic : ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બે દિવસ પહેલાં થયેલી લસણની આવકમાં ચાઇનીઝ લસણ પણ ૩૦ બોરી (અંદાજે 600 કિલો) મળી આવતાં ઉહાપોહ મચી ગયો છે અને તપાસનો ધમધમાટ ચાલુ કરી દેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હાલ અલગ – અલગ જણસની પુષ્કળ આવક ચાલુ છે. જેમાં બે દિવસ પહેલાં લસણની પણ મોટી આવક થઈ હતી. આ દરમિયાન ગોંડલ માર્કેટયાર્ડના કર્મચારીઓને ચાઇનીઝ લસણની 30 બોરી (અંદાજે 600 કિલો) નજરે ચડતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે આરોગ્યની દૃષ્ટિએ હાનિકારક હોવાથી ભારત સરકારે ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ મૂક્યો છે. કારણ કે ચાઇનીઝ લસણ હલકી ગુણવત્તાનું અને ખૂબ જ સસ્તું હોય છે. ભારતના ખેડૂતોને નુકસાન વેઠવું ન પડે તે માટે સરકારે પ્રતિબંધ લગાવેલો છે. 

આ મામલે માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાનું ધ્યાન દોરતાં તેમણે ચાઇનીઝ લસણની 30 બોરી અલગ તારવી લઈને રાજ્ય સરકારનું માર્ગદર્શન માંગી. આ જથ્થો કોણે મંગાવ્યો અને કોણે મોકલ્યો? એ અંગે તપાસ શરુ કરાવી છે. જો ચાઇનીઝ લસણ ગુજરાતમાં આવશે તો ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડશે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments