– ‘મને ખાંસી છે, સારવાર માટે સિવિલમાં જવું છે‘
– તપાસ કરીને જરુર જણાશે તો સિવિલમાં સારવાર માટે રીફર કરીશ
એમ ડૉકટરે કહેતા હત્યાના ગુનાના આરોપીએ મારતા ડોકટરને કાનમાં ઇજા
સુરત,:
નવી
સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવવાની જીદના મુદ્દે સુરતના સચિન સ્થિત લાજપોર
સેન્ટ્રલ જેલમાં હત્યાના ગુન્હામાં સંડોવાયેલા આરોપીએ ડોકટરને માર મારતા ડોકટરને
સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પ્રાપ્ત
વિગત મુજબ વેસુ ખાતે રહેતા ડો. ઉમેશ ચૌધરી નવી સિવિલ હોસ્પિટલમાં મેડીકલ ઓફિસર
તરીકે ફરજ બજવે છે. જોકે હાલમાં થોડા દિવસ પહેલા સિવિલ ખાતેથી ડેપ્યુટેશનથી હંગામી
ત્રણ માસ માટે બદલી થઇને સચીનમાં લાજપોર ખાતે સેન્ટ્રલ જેલમાં ગયા છે. આજે બપોરે
તે જેલમાં ફરજ બજાવતા હતા. તે સમયે ત્યાં હત્યાના ગુન્હામાં સંડોવાયેલા આરોપીએ
ડો.ઉમેશ પાસે આવીને કહ્યુ કે મને ખાંસી વધુ થાય છે. એટલે મારે સારવાર માટે નવી
સિવિલમાં જવુ છે. જોકે ડોકટરે કહ્યુ કે,તપાસ કર્યા પછી જરૃર જણાશે, તો જ તેને સિવિલમાં રિફર
કરવામાં આવશે. પણ આરોપી સિવિલમાં જવાની જીદ કરતો હતો. બાદમાં અચાનક ડોકટર તમાચો
મારીને માર માર્યો હતો. જેથી ડોકટરને ડાબા કાનમાં તકલીફ થતા ત્યાંથી
એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલમાં આવ્યા હતા. બાદમાં તે સારવાર કરાવીને પરત
ગયા હોવાનું સુત્રો જણાવ્યું હતું.
જેલમાં
હુમલાની ઘટનાતી સિવિલના ડોકટરોમાં રોષ ફેલાયો છે. નોધનીય છે કે, બાદમાં થોડા દિવસ
પહેલા પણ નવી સિવિલમાં બે દિવસમાં બે રેસીડન્ટ ડોકટર પર હુમલા થયા હતા. જેલમાં
ડોકટરોની સુરક્ષા વધારવા માટે પગલા લેવાય તેવી માંગણી ઉઠી છે.