Image Source: Freepik
હાઇવે પર જાંબુવા બ્રિજ નજીકથી ચાલતાજતા સિક્યુરિટી જવાનને બાઇક ચાલકે ટક્કર મારતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. જેઓનું સારવાર દરમિયાન મોત થયું છે.
નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકાના લાછરસ ગામે રેતા ગોપાલભાઇ ભાઇલાલભાઇ તડવી હાલમાં જાંબુવા વુડાના મકાનમાં તેમની પુત્રી સકુબેન સાથે રહે છે. ગોપાલભાઇ કાન્હા રેસિડેન્સી સોસાયટીમાં સિક્યુરિટી જવાન તરીકે નોકરી કરે છે. ગત તા. 30મી એ તેઓ નોકરી પર જવા ઘરેથી નીકળ્યા હતા. સાંજે સવા સાત વાગ્યે વડોદરાથી સુરત તરફ જવાના રોડ પર જાંબુવા બ્રિજ પાસેથી તેઓ ચાલતા પસાર થતા હતા. તે દરમિયાન એક બાઇક ચાલકે તેઓને ટક્કર મારતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, સારવાર દરમિયાન ગઇકાલે તેઓનું મોત થયું હતું. જે અંગે કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.