Gujarat Rain Update: ગુજરાતમાં ચોમાસું અંતિમ તબક્કામાં છે, ત્યારે દક્ષિણ ગુજરાત પછી સૌરાષ્ટ્ર-કચ્છ ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં જમાવટ કર્યા બાદ હવે મધ્ય પૂર્વ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે. આ દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 50 જેટલા તાલુકામાં હળવાથી લઈને ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ભરૂચના વાલિયામાં 4.37 ઈંચ નોંધાયો છે. જ્યારે ભરૂચમાં 3.11 ઈંચ, બોટાદના બરવાળા 2.48 ઈંચ, નવસારીના વાંસદામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (આઠમી સપ્ટેમ્બર) ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં થોડા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે નવમી સપ્ટેમ્બરે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં થોડા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદ, વડોદરા, સુરત… ‘ખાડાનગરી’ બનતાં કમર દર્દની સમસ્યા વધી, ટ્રિપલ એન્જિન સરકાર ઘેરાઈ
10મી સપ્ટેમ્બરે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં થોડા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 11મી સપ્ટેમ્બરે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં થોડા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
12મી સપ્ટેમ્બરના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં થોડા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે 13મી સપ્ટેમ્બરના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં થોડા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.