back to top
Homeઅમદાવાદગુજરાત હાઈકોર્ટે મ્યુનિ.તંત્રના કાન આમળ્યા પછી ૧૬૮ કરોડના ખર્ચથી વાસણા, વિંઝોલ...

ગુજરાત હાઈકોર્ટે મ્યુનિ.તંત્રના કાન આમળ્યા પછી ૧૬૮ કરોડના ખર્ચથી વાસણા, વિંઝોલ STP અપગ્રેડ કરવા કોન્ટ્રાકટ અપાશે


અમદાવાદ,શનિવાર,7
સપ્ટેમ્બર,2024

સાબરમતી નદીના પ્રદૂષણને લઈ ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહીતની અરજીની
સુનાવણી ચાલી રહી છે.ગુજરાત હાઈકોર્ટે તમારે કાંઈ કરવુ નથી એવી ટકોર કરી અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશનના કાન આમળ્યા બાદ રુપિયા ૧૬૮ કરોડથી વધુની રકમના ખર્ચથી વાસણા ખાતેના ૨૪૦
મિલીયન લિટર પર ડે ક્ષમતાના તથા વિંઝોલ ખાતે આવેલા ૭૦ મિલીયન લિટર પર ડે ક્ષમતાના સુએજ
ટ્રીટમેન્ટ પ્લાન્ટને અપગ્રેડ કરી પાંચ વર્ષના ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ કોન્ટ્રાકટથી
ધારપુરે એન્જિનિયરીંગ સર્વિસ પ્રા.લી.ને અપાશે.આ માટે રજૂ કરવામાં આવેલી દરખાસ્તમાં
મ્યુનિ.તંત્રે સ્વીકાર્યુ છે કે
,
આ સુએજ ટ્રીટમેન્ટ ખાતે પ્લાન્ટ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના નોમર્સ મુજબના પેરામીટર્સ
મળતા નથી.

શહેરના વાસણા ખાતે આવેલો ૨૪૦ મિલીયન લિટર પર ડે ક્ષમતા
ધરાવતો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા વિંઝોલ ખાતે આવેલો ૭૦ મિલીયન લિટર પર ડે
ક્ષમતા ધરાવતો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જુની ટેકનોલોજી આધારીત બનાવવામાં આવેલા
છે.આ બંને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ કરવામાં આવતા પાણીમાં બાયોકેમિકલ
ઓકિસજન ડીમાન્ડ
, કેમિકલ
ઓકિસજન ડીમાન્ડ તથા ટોટલ ઓર્ગેનિક કાર્બન સહિતના અન્ય પેરામીટર્સ નેશનલ ગ્રીન
ટ્રીબ્યુનલ દ્વારા પાંચ વર્ષ અગાઉ નિર્ધારીત કરવામાં આવેલા નોમર્સ મુજબ મળતા
નથી.આમ છતાં મ્યુનિસિપલ વહીવટી તંત્ર અને સત્તાધીશો તરફથી બંને સુએજ ટ્રીટમેન્ટ
પ્લાન્ટને અપગ્રેડ કરવાની દિશામાં કાર્યવાહી કરવા કોઈ ચોકકસ નિર્ણય લેવામાં આવતો
નહોતો.ગુજરાત હાઈકોર્ટ દ્વારા સાબરમતી નદીના પ્રદૂષણને લઈ મ્યુનિ.તંત્રને આડે હાથ
લેવામાં આવ્યુ છે.વાસણા અને વિંઝોલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ૧૮ મહિના
કન્સ્ટ્રકશન ફેઝમાં હયાત પ્લાન્ટની ડીઝાઈન તથા ટેકનોલોજીમાં એન.જી.ટી.ના નોમર્સ
મુજબ ફેરફાર કરી કન્ડીશનલ એસેસમેન્ટ કરાશે.વાસણા ખાતે આવેલા  એસ.ટી.પી.ને અપગ્રેડ કરવા રુપિયા ૧૧૮.૯૫ કરોડ
તથા વિંઝોલ ખાતે આવેલા એસ.ટી.પી.ને અપગ્રેડ કરવા રુપિયા ૪૯.૮૭ કરોડનો ખર્ચ કરવામાં
આવશે
.

સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કાર્યક્ષમતા ચકાસવા ૧૮ લાખ ખર્ચાશે

અમદાવાદ મ્યુનિ. હસ્તક આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પૈકી
નવ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પુરી ક્ષમતાથી કામ કરતા નથી. ગુજરાત હાઈકોર્ટે  મ્યુનિસિપલ તંત્રને ટકોર કર્યા બાદ વિવિધ
વિસ્તારમાં આવેલા નવ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા તેને સંલગ્ન ટર્મિનલ સુએજ
પમ્પિંગ સ્ટેશનની કાર્યક્ષમતા ચકાસવા એક એસ.ટી.પી.તથા તેને સંલગ્ન ટર્મિનલ પમ્પિંગ
સ્ટેશન એમ મળી ૧૮ યુનિટ ચકાસવા કોન્ટ્રાકટર સાકેત પ્રોજેકટ લી.ને રુપિયા ૧૮ લાખના
ખર્ચથી કામગીરી આપવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments