અમદાવાદ,શનિવાર,7 સપ્ટેમ્બર,2024
અમદાવાદમાં વધતા જતા ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા
મ્યુનિ.ના વર્ષ-૨૦૨૩-૨૪ના બજેટમાં જોગવાઈ કરાઈ હતી. જોગવાઈ કરાયાના દોઢ વર્ષ બાદ
ઈન્કમટેકસ તથા ઠકકરનગર ફલાય ઓવર બ્રિજ પાસે રુપિયા ૧.૨૫ કરોડના ખર્ચથી પ્રાયોગિક
ધોરણે સાઉન્ડ બેરીયર સ્ટ્રકટર બનાવવા
દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
વર્ષ-૨૦૨૩-૨૪નું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વાર્ષિક
બજેટ ફેબુ્રઆરી-૨૦૨૩માં મંજુર કરાયુ હતુ.આ બજેટમાં મ્યુનિસિપલ હદ વિસ્તારમાં જુદી
જુદી જગ્યાએ આવેલા હયાત ફલાયઓવર બ્રિજ ઉપરથી પસાર થતાં વાહન વ્યવહારથી ઉત્પન્ન થતુ
ધ્વનિ પ્રદૂષણ બ્રિજ નજીક આવેલા આસપાસના
વિસ્તારો સુધી અસર કરે છે.જેની ત્વરા નિયંત્રિત કરવા પ્રાયોગિક ધોરણે સાઉન્ડ
બેરીયર સ્ટ્રકચર ઉભા કરવા.કોન્ટ્રાકટર ગ્રીનવેન્ટ એકોસ્ટિક પ્રા.લી.ને કામગીરી
આપવા સોમવારે મળનારી રોડ કમિટી સમક્ષ દરખાસ્ત મંજૂરી માટે મુકવામાં આવી છે.