અમદાવાદ,શનિવાર
યુવક આફ્રિકામાં સ્થાયી થયો હતો જ્યારે પત્ની અમદાવાદ નવા નરોડામાં રહેતી હતી. દરમિયાન પત્નીએ મોબાઇલની ખરીદી કરી તે દુકાનના માલિક સાથે પ્રમમાં પડી હતી ત્યારબાદ બન્ને હોટલમાં મળવા લાગ્યા હતા. યુવકે મહિલાના અંગત પળોના વીડિયો ઉતારી લીધા હતા અને બાદમાં પ્રેમિકાને બ્લેકમેલ કરીને ખંડણી માગવા લાગ્યો હતો. જેથી મહિલાએ પૈસા ચૂકવ્યા બાદ પણ વારંવાર ખંડણીની ધમકી બાદ પ્રેમિકાએ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોેધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં મહિલાએ પ્રેમીનો નંબર ટોમ એન્ડ ઝેરી લખી સેવ કર્યો હતો ઉપરાંત જે દિવસે મહિલાએ આત્મહત્યા કરી તે દિવસે પ્રેમીએ ૬૯ મીસ કોલ કર્યા હતા.
પતિએ કહ્યું તું ચિંતા ના કર હું આફ્રિકાથી પરત આવું પછી વાત કરીશું, પત્નીએ કંટાળીને ફાંસો ખાધો ઃ પ્રેમીનો નંબર ટોમ એન્ડ ઝેરી નામથી નંબર સેવ કર્યો હતો
નવા નરોડામાં રહેતા અને આફ્રિકા કોન્ગો ખાતે કંપનીમાં છેલ્લા નવ વર્ષથી એકાઉન્ટ મેનેજર તરીકે નોકરી કરતા ૩૭ વર્ષના યુવકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોધાવી છે કે તેમની પત્ની ૨૦૨૩માં તેમના પુત્રની સારવાર માટે આફ્રિકાથી પરત આવ્યા હતા અને તેમના સાસુ-સસરા સાથે રહેતા હતા. યુવકની માતાને નવો ફોન લેવાનો હોવાથી આરોપીની મોબાઇલની દુકાનેથી બે ફોન ખરીધ્યા હતા ત્યારબાદમાં આરોપીને ફરિયાદીની પત્ની સાથે પ્રેમસંબંધ થઇ જતા બન્ને હોટલોમાં જતા હતા. ગત ૧૮ ઓગસ્ટે મહિલાએ ફરિયાદી પતિને ફોન કરીને જણાવ્યું હતું કે મારાથી મોટી ભૂલ થઇ છે કહીને રડવા લાગી હતી તેમજ આરોપી સાથે સંબંધ બાંધ્યા હતા તેના આરોપીએ અંગત પળોના વિડીયો ઉતારી લીધા હતા. જે બાદ આરોપી તેને બ્લેકમેલ કરીને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને રૃપિયા પડાવી લીધા છે તેમ છતા તે ડરાવી રહ્યો છે જો કે ફરિયાદીએ તેને સાંત્વના આપીને તું ચિંતા ના કર હું આફ્રિકાથી પરત આવું પછી વાત કરીશું તારે તેનાથી ડરવાની જરુર નથી તેમ કહ્યુ હતું.
બીજીતરફ ગત તા. ૧૮ ઓગસ્ટે યુવકના પિતાએ ફોન કરીને કહ્યુ કે તારી પત્ની રૃમમાં છે અને દરવાજો ખોલતી નથી તેમ જણાવ્યું હતું બાદમાં ફરિયાદીના પિતા અને પાડોશીએ દરવાજો તોડીને જોયુ તો મહિલાએ સિંલિંગ ફેન સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.