પડાણામાં કામ કરતી વખતે વીજ શોક લાગતા નીચે પટકાતાં વૃધ્ધનું મૃત્યુ નિપજ્યું
ગાંધીધામ: પૂર્વ કચ્છમાં અપમૃત્યુનાં ત્રણ બનાવ સામે આવ્યા હતા. જેમાં ગાંધીધામનાં ગુરુકુળ વિસ્તારમાં યુવતી અને અંજારનાં શ્રીજીનગર ગ્રીનલેન્ડ સોસાયટીમાં રહેતા યુવાને ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધું હતું. તેમજ ગાંધીધામનાં પડાણામાં ખાનગી કંપનીમાં ટેન્કર પર ચડી કામ કરતા આધેડને વીજ કરંટ લાગતા નીચે પટકાયો હતો. જેમાં તેમનું ઘટના સ્થળ પર મોત થયું હતું.
આ અંગે મળતી માહિતી અનુસાર ગાંધીધામનાં વોર્ડ ૭-બી, ગુરુકુળમાં રહેતી ૨૩ વર્ષીય કાજલબેન હરિલાલ પ્રજાપતિએ કોઈ કારણોસર પોતાના રહેણાંક મકાનનાં પંખામાં દુપટ્ટા વડે ગળેફાસો ખાઈ લીધું હતું. જેમાં તેનું મોત નીપજ્યું હતું. તો બીજી બાજુ અંજારની શ્રીજીનગર ગ્રીનલેન્ડ સોસાયટીમાં રહેતા ૨૨ પ્રવિણ ચકુ કોળીએ પોતાના ઘરે ચૂંદડી વડે ગળેફાસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. તેમજ ગાંધીધામનાં પડાણાની સીમમાં આવેલી લક્ષ્મી એગ્રો પ્રાઇવેટ કંપનીમાં ટેન્કર પર ચડી મરણજનાર ૫૩ વર્ષીય કમલેશભાઈ રવજીભાઈ સોલંકી (રહે. મેઘપર બોરીચી અંજાર)કામ કરતો હતો. દરમિયાન થાંભલાની વીજ લાઈનને તેમનો હાથ અડી જતા તેમને શોર્ટ લાગ્યો હતો. જેમાં કમલેશભાઈ ટેન્કર પરથી નીચે પડી ગયા હતા. જેમાં તેમનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. જેથી પોલીસે ત્રણેય બનાવમાં અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.