back to top
Homeકચ્છમુંદરાના જૂના બંદર તરફનો ડાયવર્ઝન ધોવાઈ જતાં હજુ પણ રસ્તો બંધ

મુંદરાના જૂના બંદર તરફનો ડાયવર્ઝન ધોવાઈ જતાં હજુ પણ રસ્તો બંધ

ભારે તોફાની વરસાદ વ્યાપક નુકસાન થયું હતું

દરિયાનો પાણી અને નદીનો પાણી આવતો હોવાથી ડાયવર્ઝન બનાવવો મુશ્કેલ

મુંદરા: મુંદરામાં તાજેતર માં વાવાઝોડું અને ભારે તોફાની વરસાદે તબાહી મચાવી છે. જેના પગલે મુંદરા સહિત પંથકમાં વ્યાપક નુકસાન થયું છે. ત્યારે, મુંદરાના જૂના બંદર રોડ પર અદાણી હોસ્પિટલથી થોડે દૂર તાજેતરમાં પુલનો કામ ચાલુ થયો છે.  ગત ૩૧મી ના ભારે તોફાની વરસાદથી પુલ ની બાજુનો ડાયવર્ઝન ધોવાઈ જતા આ માર્ગ વિખૂટો પડી ગયો છે અને આ વિસ્તારમાં સંપૂર્ર્ણ અવરજવર બંધ થઈ ગઇ છે.

આ પુલની બાજુની પાપડી પરથી સમદ્ર ટાઉનશિપના રહેવાસીઓ ,જૂનો પોર્ર્ટ ,આઈ ઓ સી એલ ,એચ પી સી એલ તેમજ અન્ય ધંધાર્થીઓ લોકો અહીંથી પસાર થતાં હતા અને આ માર્ગ સંપૂર્ણ ધોવાઈ જતા તમામ લોકો ને ૭કિમી નો લાંબો ફેરો કરી ૨૪નંબર ના ગેટથી મુંદરા જવું પડે છે  તેમજ હોસ્પિટલની બાજુ આ પુલનો કામ ચાલુ છે તે પર નો ડાયવર્ઝન  ધોવાઈ જતા દર્દીઓને  હોસ્પિટલ જવું હોય તો  ૭ કિમી નો ફેરો ખાવો પડે છે.

આ માર્ર્ગ પર મળેલા ખાનગી કંપની ના સદામ હુસેન નામના નાગરિક એ જણાવ્યું કે ગત ૩૦ તારીખના રાત્રિના આ માર્ગ ચાલુ હતો પરંતુ તા. ૩૧ના ભારે વરસાદથી માર્ગ પર નો ડાયવર્ઝન ધોવાઈ ગયો.

આ અંગે માર્ગ મકાન વિભાગના એફ એમ શેઠિયા એ જણાવ્યું હતું કે ભારે વરસાદ બાદ કારાઘોઘા ડેમનો પાણી ધ્રબ નદીમાં અને બાદ માં અહીં આવે છે તેમજ દરિયાની ભરતો પણ ચાલુ છે તેમજ હજુ પણ ભારે વરસાદની આગાહી છે એટલે ડાયર્ઝન બની શકે એમ નથી. જો કે આજે સવારે પ્રશાસન દ્વારા મશીનરી થી કામ ચાલુ હોવાનું જોવા મળ્યું હતું .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments