છ હત્યારા પૈકી એક આરોપી ખુ્લ્લે આમ ફરતો હોવાની રાવ
મૃતકના પરિવારજનો સાથે સામાજિક, સ્વૈચ્છિક સંસ્થા દ્વારા એસપી કચેરી સામે ધરણા યોજાયા
ભુજ: અબડાસાના ડુમરા ગામે યુવકની હત્યાના કેસમાં છ આરોપીઓ પૈકી પાંચની ધરપકડ થયા બાદ એક હત્યારો ખુલ્લેઆમ ફરતો હોઇ તેની તાકિદે ધરપકડ કરી લેવા મૃતકના પરિવારજનો તથા સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થા દ્વારા પશ્ચિમ કચ્છ એસપી કચેરીએ આવેદન પત્ર આપીને કચેરીની સામે અચોકક્સ મુદત સાથે ધરણા શરૂ કર્યા હતા.
અબડાસાના ડુમરા ગામે ગત ૧૭ જુલાઇના ડુમરા ગામના ઇમરાન મામદ સુમરા નામના યુવકની હત્યા નીપજાવવામાં આવી હતી. આ કેસમાં પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી લીધી હતી. પરંતુ એક આરોપી હજુ પોલીસ પકડથી દુર ગામમાં જ ખુલ્લે આમ ફરતો હોઇ તેની ધરપકડ કરવામાં ન આવતાં હતભાગી યુવકના પરિવારજનો દ્વારા ભુજની એસપી કચેરી સામે અચોક્કી મુદતના ધરણા શરૂ કર્યા હતા. આ મામલે અખિલ કચ્છ હિત રક્ષક સુન્ની મુસ્લિમ સમિતિ તેમજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ પીડીત પરિવારને ન્યાય અપાવવા ધરણામાં જોડાઇને એસપી કચેરીએ હત્યારાની જ્યાં સુધી ધરપકડ નહીં થાય ત્યા સુધી ધરણા ચાલુ રહેશે તેવી રજુઆત કરાઇ હતી.