જામનગરમાં સુભાષ બ્રિજ નજીક એક ટ્રાન્સપોર્ટની ઓફિસ પાસેથી 40થી 42 વર્ષથી વયના એક અજાણ્યા પુરુષના મૃતદેહ મળી આવ્યો છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સુભાષ બ્રિજ નજીક આવેલી એક ટ્રાન્સપોર્ટની ઓફિસના દરવાજા પાસે ગઈકાલે 42 વર્ષનો એક અજાણ્યો યુવાન અર્થ બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. તેથી તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે ટ્રાન્સપોર્ટ ઓફિસના કર્મચારી ઈસ્માઈલભાઈ શેરમામદ મલેકે પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.