Image Source: Freepik
જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરના નાગરીકોને આરોગ્યની સેવાઓ મળી રહે તે માટે, મ્યુનિ. કમિશ્નરના માર્ગદર્શનમાં ઓ.પી.ડી. સેવાઓ ને સુદ્રઢ કરવામાં આવી છે. શહેરમાં ગઇકાલે કરવામાં આવેલ આરોગ્ય.વિષયક કામગીરીમા 12 આરોગ્ય કેન્દ્રમાં 864 દર્દીઓઓમાં સામાન્ય ઝાડાના 16, શરદી-ઉધરસના 39, સામાન્ય તાવના 12 કેસ જોવા મળ્યાં હતાં. હેલ્થ અને વેલનેસ સેન્ટરની ઓ.પી.ડી.માં 516 લોકોએ લાભ લીધો. આમ આજરોજ શહેરના કુલ 1380 લોકો એ ઓ.પી.ડી. સેવાનો લાભ લીધો.
ઓ.પી.ડી સેવાઓ દરમિયાન લોકજાગૃતિ આવે તે માટે મુલાકાતે આવતા દર્દીઓને પાણીજન્ય રોગચાળા તથા વાહકજન્ય રોગચાળાથી બચવા અંગેની પત્રિકાઓનું તથા ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું
આજે શહેરમાં અલગ-અલગ 108 જગ્યાઓએથી આરોગ્ય વર્કર દ્વારા રેસીડયુલ ક્લોરીન ચેક કરવામાં આવ્યું, જેમાં તમામ જગ્યાએ 0.2 થી 0.5 જેટલો રેસીડ્યુલ ક્લોરીન જોવા મળ્યો. હતું 12321 જેટલી ક્લોરીનની ગોળી તથા 240 ઓ.આર.એસ.ના પેકેટનું વિતરણ કરવામાં આવેલ.
વાહકજન્ય રોગચાળા નિયંત્રણ અંગે કરવામાં આવેલ કામગીરીની વિગત જોઈએ તો શહેરમાં મચ્છરજન્યરોગો જેવા કે, મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકુનગુનિયાનાં કેસોને નિયંત્રણમાં રાખી શકાય તથા મચ્છરની ઉત્પતિને નિયંત્રિત કરી શકાય, તે માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.
તા. 06-09-2024નાં રોજ આરોગ્ય કેન્દ્રની સુપરવાયઝર-48, સર્વેલન્સ ટીમ-201 દ્વારા વસ્તી-55528 અને ઘર- 17876 તથા 80497 પાણીનાં પાત્રોની ચકાસણી કરવામાં આવી હતી. ઉપરોક્ત ઘરોમાંથી સામન્ય તાવના 139 કેસ મળેલ, જેમને સ્થળ પર સારવાર આપવામાં આવેલ. ઉપરોક્ત ઘરોમાંથી 368 ઘરોમાં 407 પાણીનાં પાત્રોમાં મચ્છરનાં પોરા જોવા મળેલ, જેનો નાશ કરવામાં આવેલ.
પાણીના પાત્રોમાંથી મચ્છરની ઉત્પતિ અટકાવી શકાય તે માટે 9895 પાત્રોમાં એબેટ નામની દવા નાખવામાં આવેલ તથા 386 પાત્રોમાંથી પાણી ખાલી કરાવેલ. આજરોજ 37 સેલરમાં પાણી ભરેલા જોવા મળતા તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરાયો હતો.