Heavy Rain Banaskathan : હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠામાં મેઘ મહેર જોવા મળી છે. આ વરસાદ બનાસકાંઠાના તમામ તાલુકાઓમાં નોંધાયો છે. ગત 24 કલાકમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, વડગામ, અમીરગઢ, દાંતીવાડા, ડીસા, લાખણી, થરાદ સહિતના તાલુકાઓમાં એક થી બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે શહેરી વિસ્તારોમાં તેમજ ગ્રામીણ વિસ્તારમાં જ્યાં જ્યાં નીચાણવાળા વિસ્તાર હતા ત્યાં પાણી ભરાયા હતા. જેનાથી જનજીવન ખોરવાયું હતું.જોકે વરસાદ થયા ચોતરફ ઠંડક પ્રસરી હતી.
ખેતરો બેટમાં ફેરવાતાં મગફળી સહિતના પાકમાં નુકસાનની ભીતિ
બનાસકાંઠા જિલ્લામા ભાદરવો મહિનાના પ્રારં પ્રારંભે મેઘરાજા મન મૂકીને વરસતા લોકોમાં આનંદની લાગણી છવાઈ છે. વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ મોડી સાંજ સુધી અવિરત વરસતા જિલ્લામાં અડધા થી ત્રણ ઇંચ વરસાદ પડતાં વિવિધ વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જોકે પાલનપુર અને વડગામ વિસ્તારમાં મોટાભાગના તાળવ બેટમાં ફેરવાઇ જતા મગફળીના પાકમાં નુકશાન થવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે.
શહેરી વિસ્તારના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાઇ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તેમજ હાઇવે વિસ્તારો પાણી પાણીના ભરાવાથી વાહન વ્યવહાર પ્રભાવિત થઇ ઉઠયો હતો. દિવસ દરમિયાન સૌથી વધુ ડીસામાં ત્રણ, પાલનપુર અને દાંતીવાડામાં અઢી અઢી ઇંચ વરસાદ પડતાં જળ ત્યાં સ્થળની સ્થિતિ સર્જાઇ હતી. તેમજ ઠેર ઠેર વરસાદી પાણીના ઘોડાપૂર ઉમટયા હતાં. પાલનપુર પંથકમા સળંગ ચાર દિવસ થી વરસાદ વરસી રહ્યો હોય ગ્રામીણ વિસ્તારોમા ખેતરો બેટમાં ફેરવાતા હજારો હેકટર જમીન કરેલી મગફળી પાકમાં નુકશાન થવાની ખેડૂતોમાં દહેશત વર્તાઇ રહી છે. જોકે જિલ્લામાં લાંબી રાહ જોવડાવ્યા બાદ મોડે મોડે મેઘ મહેર થતા થતા મોટા ભાગના નદી નાળા અને તળાવ સરોવર સજીવન થતા લોકોમાં ખુશાલી વ્યાપી જવા પામી છે.