back to top
Homeદક્ષિણ ગુજરાત765 કેવી લાઈનના વિરોધમાં પાવરગ્રીડ કોર્પોરેશનને NO-Entry, 'ટ્રાન્સમિશન લાઇન હટાવો'ના ગુજરાતમાં બેનરો...

765 કેવી લાઈનના વિરોધમાં પાવરગ્રીડ કોર્પોરેશનને NO-Entry, ‘ટ્રાન્સમિશન લાઇન હટાવો’ના ગુજરાતમાં બેનરો લાગ્યા

Surat Protest : પાવરગ્રીડ કોર્પોરેશનની 765 KV લાઇન નાખવા સરકાર દ્વારા બહાર પાડેલા જાહેરનામાના વિરોધમાં લડત ચલાવતા ખેડૂત સમાજે ખાવડા(કચ્છ) થી નવસારી(દક્ષિણ ગુજરાત) સુધી ગામોમાં પાવર ગ્રિડ કોર્પોરેશનને નો-એન્ટ્રી (પ્રવેશબંધી)ના તથા ‘ટ્રાન્સમિશન લાઇન હટાવો-ખેડૂત બચાવો’ના બેનરો લગાવવામાં આવ્યા છે. 

ખેડૂત સમાજ દ્વારા ગુજરાત વીજલાઈન સંઘર્ષ સમિતિ બનાવી જોરશોરથી લડત ચલાવાઈ રહી છે. લડત ચલાવતા ખેડૂતોના આક્ષેપ છે કે આ લાઇન ફક્ત ઉધોગપતિઓને ફાયદો કરવા માટે નાખનાર છે. તેના માટે હજારો ખેડૂતોની ફળદ્રુપ જમીનો/ ઉપજાઉ જમીનોનો ઉપયોગ કરશે.  આ લાઇનથી ખેડૂતોને મોટું નુકસાન થશે. આથી ખેડૂતો એ ગામેગામ લડત લઈ જવાનો નિર્ણય કર્યો છે. જેમાં ખાવડા(કચ્છ) થી નવસારી સુધીમાં આવતા દરેક ગામોમાં પાવર ગ્રિડ કોર્પોરેશનને નો-એન્ટ્રી/પ્રવેશબંધીના તથા ટ્રાન્સમિશન લાઇન હટાવો – ખેડૂત બચાવોના બેનરો લગાવવામાં આવ્યા છે.

આ ગામોમાંથી લાઈન પસાર થાય છે. આ મહાકાય લાઇન બનાસકાંઠા જિલ્લાના ડીસા, કાંકરેજ  તાલુકાના ગામો , પાટણ જિલ્લાના સરસ્વતી, પાટણ, ચાણસ્મા, મહેસાણા જિલ્લાના બહુચરાજી, કડી, તાલુકાના ગામો, મોરબી જિલ્લાના હળવદ, સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી, ધ્રાંગધ્રા,વઢવાણ, લીમડી, લખતર તાલુકાના ગામો, અમદાવાદ જિલ્લાના દેત્રોજ સોમપૂરા, માંડલ, વિરમગામ, સાણંદ, બાવળા, ધોળકા તાલુકાના ગામો , ખેડા જિલ્લાના માતર તાલુકાના ગામો, આણંદ જિલ્લાના આણંદ, આંકલાવ, પેટલાદ, બોરસદ, તારાપુર, ઉમરેઠ, ખંભાત તાલુકાના ગામો, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગામો, ભરૂચ જિલ્લાના જંબુસર, આમોદ, વાગરા, ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ તાલુકાના ગામો સુરત જિલ્લાના માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી, પલસાણા ચોર્યાસી તાલુકાના ગામો, નવસારી જિલ્લાના જલાલપોર, નવસારી, ગણદેવી તાલુકાના ગામોમાંથી પસાર થનાર છે.

ખેડૂતોની મુખ્ય માંગણી 

ખેડૂત સમાજ ગુજરાત તથા ગુજરાત વીજલાઈન સંઘર્ષ સમિતિ દ્વારા નીચે મુજબની માંગણીઓના બેનર દરેક અસરગ્રસ્ત ગામોમા લગાવવામાં આવ્યા છે.

1.પાવર ટ્રાન્સમિશન લાઇન માટે નવી ખેડૂત હિતલક્ષી નીતિ બનાવો 

2.1885 ટેલિગ્રાફ એક્ટ નાબૂદ કરો 

3.જમીન સંપાદનના કાયદા હેઠળ વળતર ચૂકવો 

4. ખેડૂતો પર પોલીસ કેસ તાત્કાલિક પાછા ખેંચો.

5. પોલીસ દ્વારા કરવામાં આવતી  બળજબરી બંધ કરો. 

6. અંડરગ્રાઉન્ડ  કેબલ નાખો.

7. દરિયા કિનારે અથવા સરકારી પડતર જમીન કે પડતર જમીનનો વધુ ઉપયોગ કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments