જામનગરના જુના રેલ્વે સ્ટેશન વિસ્તારના રવિવારે બપોરે ધોમધખતા તાપમા પાણી ફરી વળ્યા હતા. જેના કારણે વાહનચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી હતી.
જુના રેલવે સ્ટેશન નજીક પેટ્રોલ પંપ ના ભાગ પાસે, કે જ્યાં નીચાણ વાળો વિસ્તાર છે. ત્યાં પાણીની લાઈન તૂટવાના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા, અને વગર વરસાદે સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયો હતો.
જામનગર મહાનગરપાલિકા ની ટીમને મોડે મોડેથી જાણ થવાથી પાણીનું લીકેજ દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે ત્યાં સુધી સમગ્ર વિસ્તાર જળબંબાકાર થયેલો જોવા મળ્યો હતો.