Heavy Rain In Gujarat : ચોમાસાના અંતિમ ચરણ સમયે રાજ્યમાં મેઘરાજાએ થોડા દિવસ વિરામ લીધો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ત્રણ દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 11 સપ્ટેમ્બર સુધી મધ્ય અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 50 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ચાલો જાણીએ ક્યાં પડશે કેવો વરસાદ.
આ પણ વાંચો : અંગ દઝાડતી ગરમી, મેઘતાંડવ બાદ હવે કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, લા નિનોની અસર વર્તાશે
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 50 તાલુકામાં વરસાદ ખાબક્યો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 50 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં ભરૂચના વાલિયામાં 111 મિ.મી. અને ભરૂચમાં 79 મિ.મી., બોટાદના બરવાળામાં 63 મિ.મી., નવસારીના વાંસદામાં 52 મિ.મી. વરસાદ ખાબક્યો છે.
9-10 સપ્ટેમ્બરની આગાહી
રાજ્યમાં થોડા દિવસ વિરામ બાદ મેઘરાજા વરસવાના મુડમાં છે, ત્યારે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં 9 સપ્ટેમ્બરે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 29 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : પેલેસ્ટાઈનને પણ ભારતથી આશા, કહ્યું- ‘ભારત બંનેનો મિત્ર, ભજવી શકે છે મધ્યસ્થીની ભૂમિકા’
જ્યારે 10 સપ્ટેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
11 સપ્ટેમ્બરની આગાહી
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ શાંત છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 11 સપ્ટેમ્બર સુધી મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 11 સપ્ટેમ્બરે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.