Israel Hamas War : ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને 11 મહિનાથી વધુ સમય થયો હોવા છતાં બંને વચ્ચે ખુંવારી ચાલી રહી છે. હમાસના હુમલા બાદ ઈઝરાયેલે કરેલી કાર્યવાહીથી પેલેસ્ટાઈનને ભારે જાન-માલનું નુકસાન થયું છે. હવે ભારત સ્થિત પેલેસ્ટાઈનના રાજદૂત અદનાન અબુ અલ-હૈજા (Palestinian Ambassador Adnan Abu Al Haija)એ ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં મધ્યસ્થતા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે આશા રાખી છે કે, યુદ્ધમાં ભારત મધ્યસ્થી કરે.
‘…તેથી જ અમે ભારતને ભૂમિકા નિભાવવા કહી રહ્યા છીએ’
પેલેસ્ટાઈનના રાજદૂતે દિલ્હી સ્થિત સમાચાર એજન્સીને કહ્યું કે, ‘અમને ભારત જેવા મિત્ર દ્વારા મધ્યસ્થીની ભૂમિકા ભજવવાની આશા છે. હું જાણું છું કે, ભારત શાંતિપ્રિય દેશ છે, તેથી જ અમે તેમને ભૂમિકા નિભાવવા માટે કહી રહ્યા છીએ. ભારત બંને દેશોનો મિત્ર છે.’
અમેરિકા-બ્રિટન પણ યુદ્ધવિરામની તરફેણમાં
અમેરિકા અને બ્રિટનની વિદેશી ગુપ્તચર એજન્સીઓના પ્રમુખે તાજેતરમાં કહ્યું હતું કે, અમે ગાઝામાં યુદ્ધવિરામ માટે સતત કામ કરી રહ્યા છે. અમેરિકાના સીઆઈએના ડિરેક્ટર વિલિયમ બર્ન્સ અને યુકે એમI6ના વડા રિચાર્ડ મૂરે કહ્યું હતું કે, અમારી એજન્સીઓએ સંયમ રાખવા માટે તેમજ તણાવ ઘટાડવા માટે અમારી ગુપ્તચર તંત્રનો ઉપયોગ કર્યો છે.
આ પણ વાંચો : ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરુની હત્યાનું ઈસ્લામિક સ્ટેટનું કાવતરું નિષ્ફળ, સાતની ધરપકડ