La Nina Effect : છેલ્લા ઘણા વર્ષોથી શિયાળાની સિઝનની શરૂઆત સામાન્ય મહિનાની તુલનાએ મોડી શરુઆત થતી જોવા મળે છે, ત્યારે હવામાન વિભાગ પ્રમાણે, આ વખતે લા નિનોની અસર થતા મેઘતાંડવ બાદ હવે કડકડતી ઠંડી પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકો મુજબ, લા નિનોની અસર વર્તાય રહી છે, ત્યારે ચોમાસુ તેના સમયથી બે સપ્તાહ મોડુ વિદાય લે તેવી શક્યતા છે. હાલમાં હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ચોમાસુ હજુ સક્રિય હોવાથી સપ્ટેમ્બરના અંત સુધી ચાલુ રહી શકે છે.
આ પણ વાંચો : ‘કોંગ્રેસ છોડી દે નહીં તો…’ પહેલવાન બજરંગ પૂનિયાને ધમકી, વિદેશી નંબર પરથી આવ્યો મેસેજ, ફરિયાદ નોંધાવી
લા નિનોની અસરથી આગામી શિયાળમાં થશે
હવામાન વિભાગના વૈજ્ઞાનિકો જણાવ્યા પ્રમાણે, ‘લા નિનોની અસર વિદાય લઈ રહેલા ચોમાસાની સાથે આવતી શિયાળાની ઋતુમાં પણ જોવા મળશે.’ દિલ્હી યુનિવર્સિટીમાં એન્વાયર્મેન્ટ સાયન્સના પ્રવક્તાએ કહ્યું કે, ‘લા નિનોની અસર પછી લા નિનોની સક્રિયતામાં 90 દિવસનો સમય લાગે છે. આ સમય જુલાઈના અંતથી ઑગસ્ટના શરૂઆતમાં પૂરો થાય છે. જેના કારણે જ ચોમાસાની વિદાય સમયે જ તેની અસર જોવા મળતી હોય છે. તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ભારત સહિત મધ્ય ભારત અને પશ્ચિમ-ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલથી જાણવા મળે છે કે ચોમાસાની સક્રિયતા કેટલી વધુ છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે લા નિનોની ગતિવિધિને કારણે આ વખતે શિયાળો વહેલો આવશે.’
સપ્ટેમ્બરના અંત સુધી વરસાદ રહી શકે છે
હવામાન વિભાગ પ્રમાણે, દેશમાં આ સપ્તાહમાં પણ વરસાદનું જોર રહેશે. આ મહિનામાં ઉત્તર ભારત અને મધ્ય ભારત સહિત ઉત્તર-પશ્ચિમના વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે. જેમાં આગામી પાંચ દિવસમાં દેશની રાજધાની દિલ્હી સહિત NCR, પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનના વિસ્તારોમાં વરસાદ પડશે. હાલમાં દેશના વિવિધ ભાગોમાં લો પ્રેશરની અસર સપ્ટેમ્બરના અંત સુધી યથાવત રહી શકે છે. જેના કારણે ચોમાસાની વિદાયમાં વિલંબ થવાની સંભાવના છે અને સપ્ટેમ્બરના અંતથી ઓક્ટોબરની શરૂઆત સુધી વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો : બંગાળની ખાડીમાં વાવાઝોડાની આશંકા: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદની આગાહી, IMDનું ઍલર્ટ
આ વખતે શિયાળો તેના સમયે એન્ટ્રી મારશે?
હવામાન વિભાગના વૈજ્ઞાનિકે કહ્યું કે, ‘હાલમાં જે રીતે સ્થિતિઓ વિકસી રહી છે તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ વખતે શિયાળાની ઋતુ ઓક્ટોબરથી જાન્યુઆરી સુધી ચાલશે. છેલ્લાં કેટલાક વર્ષોમાં વાતાવરણમાં ફેરફારને કારણે શિયાળાની ઋતુમાં તાપમાનમાં લાંબા સમય સુધી ઘટાડો થતો ન હતો. પરંતુ હાલ લા નિનોની અસરને જોતા આ વખતે શિયાળાની શરૂઆત ઓક્ટોબરમાં થઈ શકે છે. જેથી શિયાળાના 4 મહિના કડકડતી ઠંઠી પડી શકે છે.’
હવામાન વિભાગના પ્રવક્તાએ શું કહ્યું?
આ સિવાય એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, લા નિનોની અસરને કારણે આ વખતે પહાડોમાં હિમવર્ષા પણ વધુ થઈ શકે છે. જો કે, હવામાન વિભાગનું કહેવું છે કે, શિયાળાને લઈને હાલ કોઈ સ્પષ્ટ આકલન કરવામાં આવી રહ્યું નથી. હવામાન વિભાગના પ્રવક્તાનું કહેવું છે કે, ‘આગામી 10 દિવસ માટે હવામાન વિભાગ અપડેટ આપી રહ્યું છે. આગામી સિઝનને લઈને વિભાગનું પોતાનું અવલોકન છે. પરંતુ હાલમાં વિભાગ દ્વારા શિયાળાને લગતી કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી રહી નથી.’