back to top
Homeજ્યોતિષઆવતીકાલે સર્વપિતૃ અમાસ: ભૂલથી પણ ન કરવા જોઈએ આવા કામ, નહીંતર નારાજ...

આવતીકાલે સર્વપિતૃ અમાસ: ભૂલથી પણ ન કરવા જોઈએ આવા કામ, નહીંતર નારાજ થઈ જશે મા લક્ષ્મી

Sarv Pitru Amavasya 2024 : સનાતન ધર્મમાં સર્વ પિતૃ અમાવસ્યાને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. અમાવસ્યાના દિવસે સ્નાન, દાન અને પૂજાનું વિશેષ મહત્ત્વ રહેલું છે.આ વખતે સર્વ પિતૃ અમાવસ્યા 2જી ઓક્ટોબરે છે. સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પિતૃઓને તર્પણ વિધિ કરાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

સર્વ પિતૃ અમાવસ્યાના આગળના દિવસથી જ નવરાત્રિના 9 શુભ દિવસો શરૂ થઈ જશે. જેમાં માતા દુર્ગાની પૂજા  ઉપાસના કરવામાં આવે છે.જ્યોતિષોના કહેવા પ્રમાણે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે કેટલીક ભૂલો ન થાય તેની સાવધાની રાખવી જોઈએ. તો ચાલો જાણીએ સર્વ પિતૃ અમાસના દિવસે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ. 

સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે મોડા સુધી સૂવું ન જોઈએ. અને વહેલા ઉઠીને સ્નાન કરી પિતૃ દેવની પૂજા કરવી જોઈએ. બની શકે તો આ દિવસે પીપળાને જળ ચડાવવું જોઈએ. સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે  તામસિક ભોજન ગ્રહણ ન કરવું જોઈએ. જેમ કે ડુંગળી, લસણ, માંસ તેમજ દારુનું સેવન ન કરવું જોઈએ. આ ઉપરાંત આ દિવસે વાળ તેમજ નખ ન કાપવાં જોઈએ. આવું કરવાથી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. અમાવસ્યાના દિવસે કોઈની સાથે લડાઈ  ઝઘડો ન કરવો જોઈએ. ગરીબોની સેવા કરવી જોઈએ. વડીલોનું સન્માન કરવું જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments