Zodiac Sign : હિન્દુ પંચાગ અનુસાર 10 ઓક્ટોબરે બુધ તુલા રાશિમાં અને 13 ઓક્ટોબરે શુક્ર વૃશ્ચિક રાશિમાં ગોચર થશે. તેમજ 17 ઓક્ટોબરે સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે મંગળ 20 ઓક્ટોબરે કર્ક રાશિમાં સ્થિત થશે. આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ પણ 2 ઓક્ટોબરે થવાનું છે. ત્યારે ચાલો જાણીએ કઈ ત્રણ રાશિઓ પર આની ખરાબ અસર થઇ શકે છે.
મિથુન રાશિ
મિથુન રાશિવાળા લોકોને ઓક્ટોબર મહિનામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ મહિનામાં આ રાશિના જાતકોએ સાવધાનીથી કોઈપણ કામ કરવું પડશે. 20 ઓક્ટોબરે મંગળના ગોચર થવાને કારણે આ રાશિના જાતકોને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આર્થિક નુકસાન થવાની પણ સંભાવના છે. તેમજ સૂર્યના ગોચર થવાથી જાતકો સમાજ દ્વારા અપમાનિત થવું પડી શકે છે. સંતાનોના સ્વાસ્થ્યને પણ નુકસાન થવાની સંભાવના છે. જો કે શુક્ર ગોચર થવાનો આ રાશિના જાતકોને સકારાત્મક ફાયદો થશે.
મેષ રાશિ
ઓક્ટોબર મહિનો મેષ રાશિના જાતકો માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે. મંગળના ગોચર થવાને કારણે તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય માતા-પિતાનું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. જ્યારે સૂર્ય અને ગુરુની સ્થિતિ બદલાવાથી મેષ રાશિના જાતકોને આર્થિક નુકસાન થઈ શકે છે. જો કે નોકરી અને ધંધામાં પ્રગતિ થઇ શકે છે.
આ પણ વાંચો : સૂર્ય ગ્રહણની છાયામાં શરુ થશે શારદીય નવરાત્રિ, જાણો ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે ઓક્ટોબર મહિનો ઉતાર-ચઢાવભર્યો રહી શકે છે. નોકરી કરતા લોકોએ ધીરજથી કામ લેવું પડશે. નોકરીમાં તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ રાશિના જાતકોએ પણ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું પડશે.