back to top
Homeજ્યોતિષવાંચો તમારું 30 સપ્ટેમ્બર, 2024નું રાશિ ભવિષ્ય

વાંચો તમારું 30 સપ્ટેમ્બર, 2024નું રાશિ ભવિષ્ય

મેષ: આપની બુધ્ધિ અનુભવ-આવડત-મહેનતના આધારે કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશ રાખવી.

વૃષભ : હ્ય્દય-મનની વ્યગ્રતા-બેચેનીના લીધે કામકાજમાં મન લાગે નહીં. જમીન-મકાન-વાહનના કામમાં મુશ્કેલી જણાય.

મિથુન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. સહકાર્યકરવર્ગ-નોકરચાકરવર્ગનો સાથ રહે.

કર્ક : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજમાં વ્યસ્ત રહેવાનું ધાય. ધીમે-ધીમે કામનો ઉકેલ આવતા રાહત રહે.

સિંહ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત રહે. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.

કન્યા : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે સહેજ પણ ઉતાવળ કરવી નહીં. મોસાળપક્ષની-સાસરીપક્ષની ચિંતા રહે.

તુલા : આપના કાર્યમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતા ધીમે-ધીમે કામનો ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઘટે.

વૃશ્ચિક : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધીરજ રાખી આપનું કામ કરવું.

ધન : આયાત-નિકાસના કામમાં, દેશ-પરદેશના-કામમાં આપને સાનુકુળતા મળી રહે. ધંધામાં આવક જણાય.

મકર : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં સાચવવું.

કુંભ : આપના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. રાજકીય-સરકારી કામકાજ થઈ શકે. રાહત જણાય.

મીન : સીઝનલ ધંધામાં આપે ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. વાણીની સંયમતા રાખવી પડે. ખર્ચ-ખરીદી જણાય.

અગ્નિદત્ત પદમનાભ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments