– સર્જક વિધુ વિનોદ ચોપરાની જાહેરાત
મુંબઈ : વિક્રાંત મેસી અને મેધા શંકરની બહુ વખણાયેલી ફિલ્મ ‘૧૨ વી ફેઈલ’ની પ્રિકવલ ‘ઝીરો સે શુરુઆત’ નામે બની રહી છે. આ ફિલ્મ આગામી ૧૩મી ડિસેમ્બરે રીલિઝ થશે.
આઈફા એવોર્ડમાં આ ફિલ્મ માટે બેસ્ટ દિગ્દર્શકનો એવોર્ડ સ્વીકારતી વખતે વિધુ વિનોદ ચોપરાએ આ જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે પ્રિકવલમાં મૂળ ફિલ્મની જ કાસ્ટ રીપિટ થશે.
૧૨ વી ફેઈલ ફિલ્મ આઈપીએસ ઓફિસર મનોજ કુમાર શર્મા તથા તેમનાં પત્ની અને આઈઆરએસ અધિકારી શ્રદ્ધા જોશીની પ્રેરણાદાયક જીવનકથા પરથી બની છે. આ ફિલ્મ બહુ જ પ્રશંસા પામી છે. હજુ ગયાં સપ્તાહે તેનું સુપ્રીમ કોર્ટમાં પણ ખાસ નિર્દર્શન યોજવામાં આવ્યું હતું જ્યાં ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચુડ સહિતના ન્યાયમૂર્તિઓએ આ ફિલ્મ નિહાળી હતી.