Image: Facebook
IND vs BAN: કાનપુર ટેસ્ટ મેચના પાંચમા દિવસે અશ્વિને મોમિનુલ હકને કેએલ રાહુલના હાથે કેચ કરાવીને બાંગ્લાદેશને ત્રીજો ઝટકો આપ્યો. મોમિનુલ હક માત્ર 2 રન જ બનાવી શક્યો. અત્યાર સુધી અશ્વિને પોતાની બોલિંગથી કમાલ કરી બતાવી છે. અશ્વિન હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન 2023-25 ના સર્કલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. આવું કરીને અશ્વિને જોશ હેઝલવુડને પછાડી દીધો છે. હેજલવુડે WTC 23-25 માં કુલ 51 વિકેટ અત્યાર સુધી લીધી છે. હવે અશ્વિનના નામે 53 વિકેટ નોંધાઈ ગઈ છે.
અશ્વિન આવું કરનાર પહેલો બોલર બન્યો
આ સિવાય અશ્વિન દુનિયાનો પહેલો બોલર બની ગયો છે જેના નામે WTC ની ત્રણેય ચક્રમાં 50 કે તેનાથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ નોંધાયો હોય.
રવિચંદ્રન અશ્વિનનું WTCમાં પ્રદર્શન
પહેલો રાઉન્ડ: 14 મેચ, 71 વિકેટ, ઈનિંગમાં બેસ્ટ પ્રદર્શન- 7/145
બીજો રાઉન્ડ: 13 મેચ, 61 વિકેટ, ઈનિંગમાં બેસ્ટ પ્રદર્શન- 6/91
ત્રીજો રાઉન્ડ: 10* મેચ, 52* વિકેટ, ઈનિંગમાં બેસ્ટ પ્રદર્શન- 7/71
WTCના ઈતિહાસમાં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનાર બોલર
નાથન લિયોન (ઓસ્ટ્રેલિયા) – 187
રવિચંદ્રન અશ્વિન (ભારત) – 183*
પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા) – 175
મિશેલ સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા)- 147
સ્ટુઅર્ટ બ્રોડ (ઈંગ્લેન્ડ) – 134
વસીમ અકરમથી નીકળ્યો આગળ
આ સિવાય અશ્વિન એશિયામાં રમતાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ 3+ વિકેટ હોલ કરનાર ત્રીજો બોલર બની ગયો છે. આવું કરીને અશ્વિને વસીમ અકરમને પછાડી દીધો છે. અશ્વિન એશિયામાં અત્યાર સુધી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 100 વખત 3 પ્લસ વિકેટ હોલ કરવામાં સફળ થઈ ગયો છે. કુંબલેએ પોતાના કરિયરમાં 102 વખત આવું કરવાનું કારનામું કર્યું છે.
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એશિયામાં સૌથી વધુ 3+ વિકેટ હોલ
167 – મુથૈયા મુરલીધરન
102 – અનિલ કુંબલે
100 – રવિચંદ્રન અશ્વિન
76- વસીમ અકરમ
74- રંગના હેરાથ
આ રીતે આઉટ થયો મોમિનુલ હક
અશ્વિનના લેગ સ્ટમ્પ પર ગુડ લેંથ બોલ હતો. લેગ સાઈડ પર શોટ મારવાના પ્રયત્નમાં બોલે બેટનો ટોપ એઝ લીધો અને સીધો લેગ સ્લિપમાં ઊભેલા કેએલ રાહુલની પાસે જતો રહ્યો. રાહુલે સરળ કેચ લઈને મોમિનુલને પવેલિયન મોકલી દીધો છે.
રોહિતની કેપ્ટનશિપથી સુનીલ ગાવસ્કર ખુશ
જ્યારે અશ્વિને પહેલી ઈનિંગના શતકવીર મોમિનુલને ગેલ સ્લિપમાં કેચ આઉટ કરાવ્યો તો ભારતના પૂર્વ દિગ્ગજ સુનીલ ગાવસ્કરે કમેન્ટ્રી કરતાં રોહિત શર્માના વખાણ કર્યાં. ગાવસ્કરે કહ્યું, ‘રોહિત શર્માની કેપ્ટનશિપ શાનદાર રહી. તે સંપૂર્ણરીતે શ્રેયનો હકદાર છે. તેણે મોમિનુલ જેવા ખેલાડી માટે લેગ સ્લિપ લગાવી, જે સ્વીપ શોટ ખૂબ રમે છે.’
કાનપુર ટેસ્ટ મેચમાં પહેલા ત્રણ દિવસ વરસાદના કારણે મેચ રમી શકાઈ નહીં. પહેલા દિવસે માત્ર 35 ઓવરની જ રમત થઈ શકી હતી. તે બાદ બીજા અને ત્રીજા દિવસે એક પણ બોલ ફેંકવામાં આવી શકી નહોતી. ચોથા દિવસે બાંગ્લાદેશે પહેલી ઈનિંગમાં 233 રન બનાવ્યા હતા જે બાદ ભારતે પહેલી ઈનિંગમાં 285 રન બનાવીને ઈનિંગની જાહેરાત કરી દીધી હતી. ભારતે પહેલી ઈનિંગના આધારે 52 રનની લીડ મેળવી હતી.