back to top
Homeસ્પોર્ટ્સIND vs BAN: વર્ષ 1877થી પહેલીવાર... ભારતીય ટીમે પોતાના નામે કર્યો ઐતિહાસિક...

IND vs BAN: વર્ષ 1877થી પહેલીવાર… ભારતીય ટીમે પોતાના નામે કર્યો ઐતિહાસિક રેકૉર્ડ

Indian Cricket Team, Record Of 90 Sixes In A Calendar Year : કાનપુર ખાતે બાંગ્લાદેશ સામે રમાયેલી બીજી ટેસ્ટ મેચને ભારતે 7 વિકેટે જીતી લીધી છે. પરંતુ આ ટેસ્ટના ચોથા દિવસે ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે ઈતિહાસ રચ્યો હતો. અને ભારતીય ટીમે એક એવી સિદ્ધિ હાંસલ કરી છે. જે 147 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં આજ સુધી કોઈ કરી શક્યું નથી. ભારતીય ટીમના ઓપનર રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે ચોથા દિવસની રમતમાં તોફાની બેટિંગ કરીને બાંગ્લાદેશી બોલરોને પરેશાન કરી મૂક્યા હતા. આ દરમિયાન ભારતીય ટીમે ઈંગ્લેન્ડનો એક રેકોર્ડ તોડી નાખ્યો હતો. ચાલો જાણીએ આ રેકોર્ડ વિશે.

બાંગ્લાદેશ સામે બીજી ટેસ્ટના પાંચમા દિવસે ભારતીય ક્રિકેટ ટીમે એક નવો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમે એક એવી સિદ્ધિ હાંસલ કરી છે, જે સન 1877થી અત્યાર સુધી કોઈ કરી શક્યું નથી. ભારતીય ટીમ વર્લ્ડ ક્રિકેટમાં એક જ કેલેન્ડર વર્ષમાં 90 છગ્ગા ફટકારનારી પહેલી ટીમ બની ગઈ છે. અગાઉ આ રેકોર્ડ ઈંગ્લેન્ડનો નામે હતો. ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે વર્ષ 2022માં 89 છગ્ગા ફટકાર્યા હતા.

આ પણ વાંચો : IND vs BAN: કાનપુરમાં ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય! માત્ર દોઢ દિવસની રમતમાં લાવી દીધું પરિણામ

સન 1877માં ક્રિકેટની શરૂઆતથી લઈને આજ સુધી કોઈ પણ ટીમ એક કેલેન્ડર વર્ષમાં 90 છગ્ગા મારવાના આંકડા સુધી પહોંચી નથી. ભારતે આ આંકડાને સ્પર્શ કરીને ઇતિહાસ રચ્યો હતો. આ સાથે જ ભારતીય ટીમ એક કેલેન્ડર વર્ષમાં 90 છગ્ગા મારનારી પહેલી ટીમ બની ગઈ છે. ભારતનો અગાઉનો સર્વશ્રેષ્ઠ 87 છગ્ગા મારવાનો રેકોર્ડ હતો, જે ટીમે વર્ષ 2021માં બનાવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments