back to top
HomeNRI ન્યૂઝઆ દેશમાં પ્રોપર્ટી ખરીદવા ભારતીયોની પડાપડી, ગોલ્ડન વિઝા નિયમ બદલાય તે પહેલાં...

આ દેશમાં પ્રોપર્ટી ખરીદવા ભારતીયોની પડાપડી, ગોલ્ડન વિઝા નિયમ બદલાય તે પહેલાં જ તક ઝડપી

Image: FreePik

Indians Buy Property In Greece: ગ્રીસમાં પ્રોપર્ટી ખરીદવામાં ભારતીય રોકાણકારોની રૂચિ સતત વધી રહી છે. આ વર્ષે જુલાઈથી ઓગસ્ટ દરમિયાન ભારતીયોએ ગ્રીસમાં 37 ટકાથી વધુ પ્રોપર્ટી ખરીદી હતી. આ રેશિયો વધ્યો હોવા પાછળનું કારણ ગ્રીસની નવી નીતિના અમલીકરણનો ભય છે. ગ્રીસમાં ગોલ્ડન વિઝા પ્રોગ્રામમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, આ નવા નિયમો 1 સપ્ટેમ્બરથી લાગુ થવાના હોવાથી ભારતીયો રિયલ એસ્ટેટમાં રોકાણ કરી ગ્રીસમાં કાયમી નાગરિકતા  (PR) મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતાં.

નવા નિયમથી રોકાણ મર્યાદા બમણાથી વધી

પ્રોપર્ટી ડેવલપમેન્ટ ફર્મના જણાવ્યા પ્રમાણે, 1 સપ્ટેમ્બર પહેલાં ભારતીયો આશરે રૂ. 2.5 કરોડનું રોકાણ કરી યુરોપમાં પરમિનન્ટ રેસિડેન્સી (PR) હાંસલ કરી શકતા હતાં. પરંતુ હવે 1 સપ્ટેમ્બર બાદથી પીઆર હાંસલ કરવા ગ્રીસના મોટા શહેરોમાં ઓછામાં ઓછું રૂ. 8 કરોડનું રોકાણ કરવુ પડશે, જ્યારે નાના ટીઅર-2 શહેરોમાં રૂ. 4 કરોડનું રોકાણ કરવુ પડશે, જે અગાઉ રૂ. 2.5 કરોડ હતું.

ગ્રીસે તેના નાગરિકોના હિતમાં નિયમો બદલ્યા

ગ્રીસ સરકારે પોતાના નાગરિકોના હિતમાં આ નિર્ણય લીધો છે. જેથી ગ્રીસના મોટા શહેરોમાં રિયલ એસ્ટેટ પરનું દબાણ ઘટશે. ગ્રીસના નાણામંત્રી કોસ્ટિસ હેટઝિડાકિસે જણાવ્યું હતું કે, “સરકારનું માનવું છે કે નિયમોમાં ફેરફારથી ઓછા ભીડવાળા વિસ્તારોમાં રોકાણ વધશે અને સ્થાનિક લોકોની આવાસની જરૂરિયાતો પૂરી કરવામાં પણ મદદ મળશે.” નવા નિયમો અમલમાં આવ્યાં પહેલા ઘણા ભારતીયોએ ગ્રીસમાં રિયલ એસ્ટેટમાં રોકાણ કરવામાં ખૂબ રૂચિ દર્શાવી હતી.

આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયા ફરવા જતાં યુવા ભારતીયો પણ કરી શકશે ડૉલરમાં કમાણી, આ શરતો માનવી પડશે

ભારતીયોએ બાંધકામ હેઠળની મિલકતમાં ખરીદી વધારી

લેપ્ટોસ એસ્ટેટના ગ્લોબલ માર્કેટિંગ ડિરેક્ટર સંજય સચદેવે જણાવ્યું હતું કે, “છેલ્લા કેટલાક મહિનામાં ઘણા ભારતીયોએ ગ્રીસમાં પ્રોપર્ટી ખરીદવામાં રસ દાખવ્યો હતો. આ કારણે અમે અમારા ઉપલબ્ધ યુનિટ વેચી દીધા હતા. ઘણા રોકાણકારોએ એવા મકાનો પણ ખરીદ્યા હતા કે જેઓ બાંધકામ હેઠળ છે અને તે 6-12 મહિનામાં તૈયાર થવાની અપેક્ષા છે.

ગ્રીસનો ગોલ્ડન વિઝા પ્રોગ્રામ શું છે?

ગ્રીસનો ગોલ્ડન વિઝા પ્રોગ્રામ 2013માં શરૂ થયો હતો. આ અંતર્ગત વિદેશી નાગરિકો ગ્રીસ ગવર્નમેન્ટ બોન્ડ, રિયલ એસ્ટેટ અને અન્ય કેટલાક સાધનોમાં રોકાણ કરીને ગ્રીસની નાગરિકતા મેળવી શકે છે. આ પ્રોગ્રામ ભારતના ધનિકોમાં પ્રચલિત છે. ઘણા શ્રીમંત ભારતીયોએ ગ્રીસમાં ભાડાની આવક, EUમાં વ્યવસાય શરૂ કરવા અને સારી હેલ્થકેર અને શિક્ષણ માટે રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું છે.

કોવિડ પછી ગ્રીસ નાગરિકતાનું પ્રમાણ વધ્યું

નવા નિયમોના અમલ પહેલા ઘણાં શ્રીમંત ભારતીયોએ પેરોસ, ક્રેટે અને સેન્ટોરિની જેવા ગ્રીસ ટાપુઓમાં રોકાણ કર્યું હતું. ગ્રીસમાં ભાડાની ઉપજ લગભગ 3-5 ટકા છે, જ્યારે મિલકતની કિંમતમાં વાર્ષિક 10 ટકાના દરે વધારો થતો રહે છે. કોવિડ મહામારી પછી, ગ્રીસમાં ભારતીયો વધુને વધુ મિલકત ખરીદી રહ્યા છે. પોર્ટુગલ, સ્પેન અને આયર્લેન્ડે તેમના પીઆર પ્રોગ્રામ બંધ કરતાં ધનિક ભારતીયો સાયપ્રસમાં મિલકત ખરીદી રહ્યા છે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments