એટીએસ દ્વારા સુરક્ષાની સમીક્ષા કરાઈ
લાખો ભક્તો ઉમટતા હોવાથી સશસ્ત્ર પોલીસ સાથે 150 કેમેરાથી નજર રખાશે
મુંબઈ : નવરાત્રી મહોત્સવના ગણતરીના દિવસો બાકી હોવાથી સુરક્ષાવ્યવસ્થાના દ્વષ્ટિકોણે રાજ્યની આતંકવાદ વિરોધી ટીમ દ્વારા વિરારના પ્રસિદ્ધ જીવદાની મંદિરની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી છે. કોઈ અણબનાવ ન બને એને ધ્યાનમાં રાખીને મંદિરની સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. તેમ જ સશ પોલીસની સાથે ૧૫૦ થી વધુ સીસીટીવી કેમેરા દ્વારા મંદિર પર નજર રાખવામાં આવશે. નવરાત્રિ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો દરરોજ જીવદાની મંદિરે આવતાં હોય છે.
વરાર-ઈસ્ટમાં આવેલાંમહારાષ્ટ્રભરમાં પ્રસિદ્ધજીવદાની મંદિર ભક્તોના પૂજા સ્થળ તરીકે જાણીતું છે. નવરાત્રિ પર્વ દરમિયાન જીવદાની મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે. આ માટે મંદિર પ્રશાસને સુરક્ષાની દૃષ્ટિએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૃપે મંદિર પરીસરમાં ૧૫૦ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને તેના દ્વારા સુરક્ષા પર મોનિટરિંગ કરવામાં આવશે. આ વિશે મંદિરના ટ્રસ્ટીઓએ જણાવ્યું કે, મંદિર વિસ્તારમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે સશ પોલીસ તૈનાત કરવામાં આવશે. રાજ્યની આતંકવાદ વિરોધી ટુકડીએ મંદિર પરીસરની સુરક્ષા વ્યવસ્થા જોવા માટે મુલાકાત પણ લીધી છે અને અકસ્માતની શક્યતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા માટે પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
નવરાત્રી ઉત્સવના નવ દિવસ દરમિયાન લાખો ભક્તો મંદિરે આવે છે અને ભીડ પર નિયંત્રણ રાખવું આવશ્યક બની જાય છે. શ્રદ્ધાળુઓની ભીડને નિયંત્રિત કરવા માટે સ્થાનિક સશ પોલીસની સાથે વિવા કોલેજના ૨૦૦ થી વધુ એનસીસીનાવિદ્યાર્થીઓ સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. નવરાત્રિના પ્રથમ દિવસે, કિલ્લા પર લગભગ ૫૦,૦૦૦ ભક્તોની ભીડની અપેક્ષા છે. નવરાત્રિ પર્વના આવતા રવિવારે ભીડની સંખ્યા લાખો સુધી પહોંચે એવી શક્યતા છે. આ વિશે જીવદાની મંદિરના ટ્રસ્ટી પ્રદીપ તેંડોલકર ‘ે ગુજરાત સમાચાર’ને જણાવ્યું હતું કે’નવરાત્રીમાં રવિવારે લાખોમાં ભીડ આવતી હોય છે અને એને ધ્યાનમાં લઈને જ ભીડનું આયોજન અને સુરક્ષાની તૈયારીઓ કરવામાં આવી છે. જીવદાની મંદિરમાં ફ્યુનિક્યુલરનું પરીક્ષણ પણ સફળ ર રહ્યું છે.