back to top
Homeમુંબઈગેરકાયદેસર લાવેલી પિસ્તોલ ચેક કરવા જતાં છૂટેલી ગોળીથી ભાઈ ઘાયલ

ગેરકાયદેસર લાવેલી પિસ્તોલ ચેક કરવા જતાં છૂટેલી ગોળીથી ભાઈ ઘાયલ

– ગોળીબારનો અવાજ સાંભળી પડોશીઓએ પોલીસને જાણ કરીે

– મુમ્બ્રામાં ગુનાઈત ઇતિહાસ ધરાવનારા મિત્રો એકઠા થયા હતા ત્યારે ઘટના, ગોળીબાર બાદ બે સાગરિતો ફરાર

મુંબઇ : મુંબ્રાના- શિલડાયઘર વિસ્તારમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં એક વ્યક્તિ તેની ગેરકાયદે પિસ્તોલની ચકાસણી કરી રહ્યો હતોત્યારે આકસ્મિક રીતે તેમાંથી ગોળી છૂટતા તેનો નાનાભાઈ ગંભીર રીતે ઘવાયો હતો. આ ઘટના બાદ નાના ભાઈને કલવાની પાલિકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેના પર સર્જરી કરવી પડી હતી.

આ મામલે ડાયઘર પોલીસ ત્રણ જણ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી એકની  ધરપકડ કરવામાં આવી હતી.

આ સંદર્ભે પોલીસના જણાવ્યાનુસાર શનિવારે- મુંબ્રા મ્હાપે રોડ પર  ગુનાઈત ઈતિહાસ ધરાવતા ધરાવતા અને મોબાઈલ સ્નેચિંગમાં સંડોવાયેલા  માહિમમાં રહેતા ત્રણ વ્યક્તિઓ શીળ- ડાયઘર વિસ્તારમાં આવેલા એક મિત્રના ઘરે શુક્રવારે રાત્રે જમવા આવ્યા હતા. મોડી રાત્રે જમણવાર પતાવ્યા બાદ એક વ્યક્તિએ તેના પાસેની એક ગેરકાયદે પિસ્તોલ બહાર કાઢી હતી અને આ લોકોની હાજરીમાં તે હથિયાર ચકાસી રહ્યો હતો ત્યારે અચાનક ટ્રીગર દબાઈ જતા પિસ્તોલમાંથી ગોળી છૂટી હતી. જે આ વ્યક્તિના ૧૯ વર્ષના નાનાભાઈના પેટમાં વાગી હતી. આ ઘટનાને લીધે નાનોભાઈ લોહીલુહાણ બની ગયો હતો અને જમીન પર ફસડાઈ પડયો હતો.

આ દ્રશ્ય જોઈ તેના બે મિત્રો તરત જ ત્યાંથી ભાગી છૂટયા હતા. જ્યારે ગોળીબારનો અવાજ સાંભળી પાડોશીઓ જાગી ગયા હતા અને તરત જ આ વાતની જાણ શીળ ડાયઘર પોલીસને કરતા પોલીસની એક ટીમ તરત જ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગંભીર ઘવાયેલા યુવકને તાત્કાલિક થાણે મહાનગરપાલિકાની કલવા હોસ્પિટલમાં ખસેડયો હતો. અહીં ડોક્ટરોએ યુવકની સર્જરી કરી તેના પેટમાંથી ગોળી બહાર કાઢી હતી.

પોલીસે આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતા અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી એક વ્યક્તિની ધરપકડ કરી હતી જ્યારે ઘટનાસ્થળેથી ભાગી છૂટેલા બે જણને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments