– બંને ડ્રગ કોને વેચવાના હતા તેની તપાસ
– ફૂડ ડિલિવરી બોય સહિત બે ઝડપાયા, 71 ગ્રામ મેફ્રોડ્ન મળ્યુંં
મુંબઇ : નવી મુંબઈ ટાઉનશીપમાં રુ. ૧૪.૨૬ લાખની કિંમતનો મેફેડ્રોન જપ્ત કર્યા બાદ, પોલીેસે આ મામલે ફુડ ડિલીવરી કરતો એક યુવક અને ફાર્મહાઉસ ઓપરેટરની ધરપકડ કરી હતી.
બાતમીના આધારે કામગીરી કરતા પોલીસે ઉલ્વે વિસ્તારમાં આવેલ માર્ગ પર છટક ું ગોઠવ્યું હતું અને શંકાના આધારે ૩૯ વર્ષીય અને ૪૫ વર્ષીય શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. આ બંનેની તપાસ કરતા તેમની પાસેથી પોલીસને પ્લાસ્ટિકના બે કવરમાં પેક કરાયેલ ૭૧.૩ ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું. પોલીસે આ મેફેડ્રોન જપ્ત કર્યું હતું. આમાં ૩૯ વર્ષીય યુવક ફુડ ડિલીવરી બોયનું કામ કરતો હતો. તો ૪૫ વર્ષીય શખ્સ ફાર્મહાઉસની દેખરેખ રાખતો હતો.
આ ઘટના બાદ, નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકાટ્રોપિક સબસ્ટન્સ (એમડીપીએસ) એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં પોલીસે આરોપીઓ પાસે આ ડ્રગ ક્યાંથી આવ્યુંં અને આ ડ્રગ તેઓ કોને વેચવાના હતા. તો આમાં અન્ય કેટલાક લોકો સંડોવાયેલા છે વગેરે પ્રશ્નોના જવાબો શોધવા માટે વધુ તપાસ હાથ ધરી હતી.
આ અગાઉ પુણેના કોંધવા વિસ્તારમાં શુક્રવારે પેટ્રોલીંગ સમયે પોલીસને ઓપેલ પાલક સોસાયટીની સામે બે શંકમદોને નજરે ચઢતા પોલીસે બંનેને અટકાવ્યા હતા અને તેમની તપાસ કરાઈ હતી. જેમાં બંને પાસેથી ૬૩ ગ્રામ એટલે કે રુ. ૧૪ લાખની કિંમતનો મેફેડ્રોન મળી આવ્યો હતો. જે પોલીસે જપ્ત કર્યો હતો. આ મામલામાં પોલીસે ૨૦ વર્ષીય અને ૨૫ વર્ષીય બંને શખ્સોની ધરપકડ કરી હતી અને તેમની સામે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.