back to top
Homeગાંધીનગરગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં આ દિવસોમાં વિના મૂલ્યે પ્રવેશ અપાશે, બાળકોને લઈને પહોંચી...

ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં આ દિવસોમાં વિના મૂલ્યે પ્રવેશ અપાશે, બાળકોને લઈને પહોંચી જજો

Free entry In Indroda Park At Gandhinagar : નાગરિકોમાં વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાના માટે દર વર્ષ ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા 2 થી 8 ઑક્ટોબર દરમિયાન ‘વન્ય જીવ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્ક ખાતે વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.

ઈન્દ્રોડા પાર્કમાં વિના મૂલ્યે પ્રવેશ અપાશે

દર વર્ષે GEER ફાઉન્ડેશન દ્વારા આ સપ્તાહ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી પર્યાવરણ અને વન્ય જીવોને લઈને લોકોને જાગૃતિ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. જેમાં ગાંધીનગરના ઈન્દ્રોડા પ્રકૃતિ અને અરણ્ય ઉદ્યાનમાં મુલાકાતીઓ માટે નિ:શૂલ્ક પ્રવેશ આપવામાં આવશે. 

વિવિધ પ્રવૃત્તિનું આયોજન કરાયું

જ્યારે વન્ય જીવ સપ્તાહ’ની ઉજવણી દરમિયાન આ વર્ષે GEER ફાઉન્ડેશન દ્વારા સ્વચ્છતા અભિયાન, બર્ડ વૉક, વિદ્યાર્થીઓ માટે વર્કશોપ કમ ટ્રેનિંગ, ઈકો કલબ ટીચર્સ ટ્રેનિંગ, વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી, ફોટોગ્રાફી એક્ઝિબિશન તેમજ બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચો : ગુજરાત પક્ષીઓ માટે પણ સ્વર્ગ, રાજ્યના આ સ્થળો પર વિવિધ પ્રજાતિના પક્ષીઓની સૌથી વધુ વસતી

આ તારીખે રહેશે પાર્ક બંધ

નાયબ નિયામકશ્રી GEER ફાઉન્ડેશન ગાંધીનગરની યાદીમાં જણાવ્યાં પ્રમાણે, આગામી 7 ઑકટોબરના સોમવારે મુલાકાતીઓ માટે પાર્ક ખુલ્લો રાખવામાં આવશે. જ્યારે 9 ઑકટોબરના બુધવારે પાર્ક બંધ રાખવાનો હોવાથી મુલાકાતીઓ તેની નોંધ લેવી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments