back to top
Homeગાંધીનગરટ્રાફિક જામની સમસ્યાના ઉકેલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્ત્વનો નિર્ણય, 245 કરોડના...

ટ્રાફિક જામની સમસ્યાના ઉકેલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્ત્વનો નિર્ણય, 245 કરોડના ખર્ચે કરાશે આ કામ

Narrow Bridge Widening : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં માર્ગો પરના સાંકડા પુલ-સ્ટ્રક્ચર્સને પહોળા કરી ટ્રાફિક જામ થવાની સમસ્યામાંથી મુક્તિ માટેનો મહત્ત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્યમાં 20 જેટલા માર્ગો-રસ્તાઓ પર રોડની સાપેક્ષમાં સાંકડા હોય તેવા 41 હયાત પુલ અને સ્ટ્રક્ચર્સ પહોળા કરવાની કામગીરી માટે મુખ્યમંત્રીએ 245.30 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

માર્ગ અને મકાન વિભાગ હવે આવા સાંકડા પુલ અને સ્ટ્રક્ચર્સને રસ્તાઓની પહોળાઈને અનુરૂપ પહોળા કરવાની કામગીરી હાથ ધરશે. રાજ્યમાં કુલ મળીને એવા 41 પુલો કે સ્ટ્રક્ચર્સ છે જેની પહોળાઈ રસ્તાઓની પહોળાઈ કરતા સાંકડી છે. આના પરિણામે આવા પુલો-સ્ટ્રકચર્સ પર ટ્રાફિક જામ થવાની સમસ્યા ઊભી થાય છે. 

આ પણ વાંચો : નવરાત્રીમાં વરસાદ બગાડશે ખેલૈયાઓની મજા, જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાને આ મુદ્દો આવતાં તેમણે લોકોને ટ્રાફિક જામની સમસ્યા ભોગવવી ન પડે તેમજ ઝડપી અને સલામત યાતાયાત થઈ શકે તે હેતુથી મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ 245.30 કરોડ રૂપિયા સાંકડા પુલો અને સ્ટ્રક્ચર્સને પહોળા કરવા માટે ફાળવ્યા છે. મુખ્યમંત્રીના આ જન હિતકારી નિર્ણયથી આગામી દિવસોમાં રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કમાં વધુ સુવિધાજનક નેટવર્ક નાગરિકોને ઉપલબ્ધ થશે અને ઈઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ થશે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ગાયને ‘રાજ્ય માતા’ જાહેર કરાયા, જાણો શિંદે સરકારે શું આદેશ જારી કર્યો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments