– મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવા યુવા ખેલૈયાઓમાં થનગનાટ
– ચૂંદડી, ફૂલહાર, પ્રસાદ, મીઠાઈ અને પૂજાપો સહિતની સામગ્રીઓની ખરીદી માટે સ્થાનિક બજારોમાં ભીડ જામી : અવનવી ગરબી માટે પણ ભારે ધસારો
ગુજરાતી અસ્મિતાની આગવી ઓળખ સમા નવલા નવરાત્રિ મહોત્સવ ઢુંકડો આવી પહોંચતા ગરબાના શોખીનો નવરાત્રિને લગતી ખરીદીમાં વ્યસ્ત થઈ ગયા છે. શહેરના પીરછલ્લા શેરી,એમ.જી.રોડ, વોરાબજાર, સંઘેડીયા બજાર, વિકટોરીયા પાર્ક, ગોળબજાર, શેલારશા, વાઘાવાડી રોડ અને કાળીયાબીડ સહિતના અનેક સ્થળોએ સાદાથી લઈને ડિઝાઈનર ગરબા,બાળકોથી લઈને મોટેરાઓ માટેના સાદાથી લઈને ડિઝાઈનર દાંડીયા, માતાજીના મંદિર, મઢ માટેના કુદરતી અને આર્ટીફિશ્યલ ફૂલહાર, માળા તેમજ ચૂંદડી, અગરબત્તી, ગુગળ, ધૂપ, શ્રીફળ, પ્રસાદ તેમજ ડેકોરેશનનની આઈટમ્સ સહિતની અઢળક ચીજવસ્તુઓના બજારોમાં ચોમેર ઢગલાઓ ખડકાયા છે. જયા ગરબારસિકો દ્વારા ચણીયાચોળી અને ઓકસોડાઈઝ ઘરેણાની જયારે માઈભકતો દ્વારા અન્ય જરૂરી ચીજવસ્તુઓની ધૂમ ખરીદી થઈ રહી છે. જયારે મઢ, ગરબી માટે ઈલેકટ્રોનીકસ રોશની માટે સીરીઝ સહિતની ચીજવસ્તુઓનું ધૂમ વેચાણ થઈ રહ્યુ છે. આ સાથે શહેરના ડબગરવાડમાં દેશી અને વિદેશી વાદ્યો (વાજીંત્રો)ની ખરીદી, સમારકામ સહિતના કામો માટે વાદ્યકારોની ભીડ જોવા મળી રહેલ છે. પ્રાચીન અને અર્વાચીન ગરબીના સંચાલકો અને આયોજકો તેમજ માઈમંદિરોના પુજારીઓ ઉપરાંત માઈભકતો સજાવટ, સુશોભનના કાર્યોને આખરી ઓપ આપી રહ્યા છે. તા.૩ ને ગુરૂવારથી ગોહિલવાડના શેરીઓ, મહોલ્લાઓમાં નવરાત્રિ મહોત્સવ રંગેચંગે ઉજવાશે. એક અંદાજ મુજબ ભાવનગર શહેર અને જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં નાની મોટી કુલ મળીને અંદાજે ૨૦૦ આસપાસ પ્રાચીન અને અર્વાચીન ગરબી ઉપરાંત મોટા ભાગના ધર્મસ્થાનકોના પ્રાંગણમાં દાંડીયારાસ, ગરબા ભવાઈના આયોજનને આખરી ઓપ અપાઈ રહ્યો છે. તેમજ તમામ જ્ઞાાતિ, સમાજ અને સંસ્થાઓ દ્વારા પણ પરંપરાગત રીતે દાંડીયારાસના તબકકાવાર આયોજન થશે. નવરાત્રિ મહોત્સવને અનુલક્ષીને છેલ્લા દોઢેક માસથી યુવા ખેલૈયાઓ દ્વારા લહેરીયા સ્ટાઈલ, બાંધણી પ્રિન્ટ, નેટ, બનારસી, પટોળા, પ્રિન્ટના ટ્રેડિશ્નલ ચણીયાચોળી કેડીયુ, કોટી, કફની, ધોતીયુ, સાફા, મોજડી અને ઘરેણા તેમજ સુશોભીત છત્રી સહિતની અવનવી અઢળક ચીજવસ્તુઓની ધૂમ ખરીદી થઈ રહી છે. જેથી આ તહેવારોમાં કરોડો રૂપીયાનો કારોબાર થતા જથ્થાબંધ અને રીટેઈલ વિક્રેતાઓ ઉપરાંત શ્રમિક કારીગરો માટે આ તહેવાર લાભદાયી બન્યો હોવાનો સંબંધિત તમામ સૂત્રોએ આશાવાદ વ્યકત કર્યો છે.
બ્રાન્ડેડ શોરૂમમાં સુશોભીત મંડપો નખાયા
શહેરના કાળાનાળાથી લઈને વાઘાવાડી રોડ સહિતના અનેક વિસ્તારોમાં આવેલા નામાંકિત બ્રાન્ડેડ કપડા,જવેલર્સ, મોબાઈલ, ઈલેકટ્રોનિકસ ઉપકરણોની નામાંકિત બ્રાન્ડેડ શોરૂમના આંગણામાં નવરાત્રીને લઈને મનોહર ડેકોરેશન સાથેના ચ