– જિલ્લામાં રાત્રી અને દિવસ દરમિયાન મેઘમહેર
– સિહોરમાં દોઢ, વલ્લભીપુર, ઉમરાળા, ભાવનગર, ગારિયાધારમાં એક-એક અને મહુવા, પાલિતાણામાં પોણો ઈંચ પાણી પડયું
જિલ્લા ફ્લડ કંટ્રોલ રૂમના સૂત્રો દ્વારા પ્રાપ્ય વિગતો અનુસાર ગઈ કાલ તા.૨૮ના રોજ રાત્રીના ૧૦થી ૧૨ કલાક દરમિયાન વલ્લભીપુરમાં ૫ મિ.મી., ઉમરાળામાં ૭ મિ.મી., ભાવનગરમાં ૧૧ મિ.મી., ઘોઘામાં ૬ મિ.મી., સિહોરમાં ૧૮ મિ.મી., ગારિયાધારમાં ૧૧ મિ.મી., પાલિતાણામાં ૧૮ મિ.મી., મહુવામાં ૧૭ મિ.મી. વરસાદ વરસ્યો હતો તો રાત્રીના ૧૨થી ૨ દરમિયાન ભાવનગરમાં ૧ મિ.મી. અને જેસરમાં ૧૧ મિ.મી., રાત્રીના ૨થી ૪ દરમિયાન ગારિયાધારમાં ૫ મિ.મી. અને વહેલી સવારે ૪થી ૬ દરમિયાન જેસરમાં ૪ મિ.મી. વરસાદ નોંધાયો હતો.
જ્યારે આજે સવારના ૮થી ૧૦માં ભાવનગરમાં ૨ મિ.મી., સવારે ૧૦થી ૧૨માં ભાવનગરમાં ૧ મિ.મી. અને સિહોરમાં ૧૦ મિ.મી., બપોરે ૧૨થી ૨માં વલ્લભીપુરમાં ૧૫ મિ.મી., ઉમરાળામાં ૪ મિ.મી., ભાવનગરમાં ૭ મિ.મી., સિહોરમાં ૭ મિ.મી., બપોરે ૨થી ૪માં વલ્લભીપુરમાં ૮ મિ.મી., ઉમરાળામાં ૧૫ મિ.મી., ભાવનગરમાં ૧ મિ.મી., સિહોરમાં ૩ મિ.મી., ગારિયાધારમાં ૭ મિ.મી., બપોરે ૪થી ૬માં ગારિયાધારમાં ૧ મિ.મી. અને મહુવામાં ૩ મિ.મી. પાણી પડયું હતું. જ્યારે આજે રાત્રિના ૬ થી ૮ દરમિયાન જિલ્લાના તમામ તાલુકામાં મેઘ વિરામ રહ્યો હતો.
આમ, ગઈ રાત્રીના ૧૦થી આજે રાત્રે ૮ વાગ્યા સુધીમાં વલ્લભીપુરમાં કુલ ૨૮ મિ.મી., ઉમરાળામાં ૨૬ મિ.મી., ભાવનગરમાં ૨૩ મિ.મી., ઘોઘામાં ૬ મિ.મી., સિહોરમાં ૩૮ મિ.મી., ગારિયાધારમાં ૨૪ મિ.મી., પાલિતાણામાં ૧૮ મિ.મી., મહુવામાં ૨૦ મિ.મી. અને જેસરમાં ૧૫ મિ.મી. વરસાદ નોંધાયો હતો.