સાગરીતો સાથે મળી પેસેન્જરોને શિકાર બનાવતો
પોલીસે ફરિયાદ લીધી નહીં કે ભોગ બનનારાઓએ નોંધાવી નહીં તેવો સવાલ, રિક્ષા સહિતનો મુદ્દામાલ કબજે
એક રિક્ષા ગેંગના સૂત્રધારને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો છે. જેણે સાગરીતોની સાથે
મળી રાજકોટમાં અડધો ડઝન જેટલા પેસેન્જરોને શિકાર બનાવ્યાની કબુલાત આપી છે.
આશ્ચર્યની વાત એ છે કે આમાંથી એક પણ પેસેન્જરે ફરિયાદ નોંધાવી નથી અગર તો પોલીસે
નોંધી નથી. આ રીતે ફરિયાદો નોંધાતી ન હોવાથી ગુનેગારોને મોકળું મેદાન મળી જાય છે.
ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે રિક્ષા ગેંગના સૂત્રધાર ધનજી
ઉર્ફે ધનો દેવજી ગેડાણી (ઉ.વ.૪ર,
રહે. રેલનગર સ્મશાન પાસે,
માધવ સોસાયટી)ને ઝડપી લીધો હતો. તેની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાતી લીલા
કલરની ઓટો રિક્ષા, મોબાઈલ
ફોન અને રૃા.૧પ૦૦ રોકડા મળી કુલ રૃા.પ૬પ૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આરોપી ધનજીએ પ્રાથમિક પુછપરછમાં દોઢેક માસ પહેલાં બેડી
ચોકડી પાસે વિશાલ પાટડીયા (રહે. શાપર) સાથે મળી પેસેન્જરના ખીસ્સામાંથી રૃા.૧૦પ૦૦, વાંકાનેર
બાઉન્ડ્રી નજીકથી પેસેન્જરના ખીસ્સામાંથી
રૃા.૧૭ હજાર, રાજકોટ
બસ સ્ટેન્ડ પાસેથી પેસેન્જરના ખીસ્સામાંથી
રૃા.૧ર હજાર, બીજા
સાગરીત અમિત ઉકેડીયા (રહે. પોપટપરા પાછળ) સાથે મળી મોચી બજાર ખટારા સ્ટેન્ડ
નજીકથી પેસેન્જરના ખીસ્સામાંથી રૃા.ર૦
હજાર, વિશાલ
અને રાહુલ હરણીયા (રહે. મોરબી રોડ) સાથે બેડી માર્કેટયાર્ડ પાસે પેસેન્જરના ખીસ્સામાંથી રૃા.૪પ૦૦ સેરવી લીધાની
કબુલાત આપી છે. જેમાંથી એક પણ ગુનો દાખલ થયો નથી.
આ ઉપરાંત અમિત અને સાઈના (રહે. નવાગામ) નામની મહિલા સાથે
મળી સુરેન્દ્રનગરમાં એક પેસેન્જરના ખીસ્સામાંથી રૃા.૧૦ હજારની ચોરીની કબુલાત આપી
છે. જે અંગે સુરેન્દ્રનગર પોલીસમાં ગુનો દાખલ થયો છે.