રાજકોટ તાલુકાનાં જીયાણા ગામે આવેલી
કૌભાંડીયાઓએ મહિલા અને તેના પુત્રનું ખોટું પાન કાર્ડ લગાવી, બોગસ સહીઓ પણ કરી નાખી
આવ્યું છે. રાજકોટ તાલુકાના જીયાણા ગામે આવેલી મહિલાની જમીનનાં બોગસ દસ્તાવેજો બની
ગયા હતા. જેનાં આધારે એરપોર્ટ પોલીસે ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે.
કૌભાંડીયાઓએ ફરિયાદી મહિલા તરીકે ડમી મહિલાને રજૂ કરી, તેના પુત્રનાં
બોગસ દસ્તાવેજો બનાવી આ કૌભાંડ આચર્યું હતું.
મવડીનાં મૌલિક પાર્ક શેરી નંબર ૩માં રહેતા વિલાસબેન
પાનસુરીયા (ઉ.વ.૪૫)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, જીયાણા ગામનાં
મનસુખભાઈ સાથે તેનાં ૨૦૦૦ની સાલમાં લગ્ન થયા હતા. દામ્પત્યજીવન દરમિયાન પુત્ર
ભૌતિકની પ્રાપ્તિ થઇ હતી. તે વખતે તે મોરબી રોડ પરની ઉત્સવ સોસાયટીમાં રહેતા હતા.
૨૦૦૮માં તેના પતિ મનસુખભાઇનું હાર્ટએટેકથી અવસાન થતા ૨૦૦૯માં તેણે હસમુખ ડાયાભાઈ
હિરપરા સાથે આર્ય સમાજની વિધિથી બીજા લગ્ન કર્યા હતાં.
તેના પહેલા પતિ મનસુખભાઈની જમીન જીયાણામાં આવેલી છે. જે
જમીન તેના સસરા પરસોતમભાઈ પાનસુરીયાના નામે હતી. જેમાં વારસદાર તરીકે તેના સાસુ
જયાબેન, તેના પતિ
મનસુખભાઇ, દિયર
સુરેશભાઈ, સુમિતાબેન
હેમંતભાઇ સાકરીયા (રહે. હાલ સુરત) અને તેનું નામ હતું. ૨૦૦૭ની સાલમાં તેના સસરાએ
બંને પુત્રોને ભાગે પડતી જમીન વાવવા આપી દીધી હતી. એટલું જ નહીં બંને પુત્રોના
જુદા-જુદા ખાતા પાડી આપ્યા હતાં. બંને પુત્રોના નામે ૧૦-૧૦ વીઘા જમીન હતી. તેના
પતિના નામે આવેલી જમીનમાં વારસદાર આંબામાં તેનું અને પુત્ર ભૌતિકનું નામ છે.
૨૦૦૮માં તેના પતિ મનસુખભાઈના અવસાન બાદ તેના પુત્ર ભૌતિકની
ઉંમર ૧૮ વર્ષની થાય ત્યારે તેનું અને પુત્રનું નામ જમીનમાં ચડાવવાનું કુટુંબીજનોએ
નક્કી કર્યું હતું. જેના પગલે ૨૦૨૩માં તેનું અને પુત્રનું નામ ચડાવ્યું હતું. તેનો
પુત્ર ભૌતિક ગઇ તા. ૭ ઓગસ્ટનાં રોજ જમીનનાં ૭/૧૨, ૮-અનાં દાખલા કઢાવવા જતાં ખાતેદાર તરીકે પ્રવિણ લાલજીભાઈ
દડૈયા અને અમિત પ્રવિણભાઈ દડૈયાના નામ નીકળ્યા હતાં. આ બન્નેને તેઓ ઓળખતા નથી. હાલ
ક્યાં રહે છે, તેની પણ
ખબર નથી. એટલું જ નહીં તેના પુત્ર ભૌતિકે દસ્તાવેજની નકલ ઓનલાઇન કઢાવી હતી.
જેમાં તેનું ખોટુ પાન કાર્ડ લગાવેલું હતું. જેમાં તેનું અને
પુત્રનું નામ લખેલું હતું પરંતુ ફોટો તેમનો ન હતો, પાન કાર્ડ પણ તેમના ન હતાં.દસ્તાવેજમાં તેના અને પુત્રના
ખોટા ફોટા લગાવેલા હતા. એટલું જ નહીં સહીઓ પણ તેની કે પુત્રની ન હતી. દસ્તાવેજમાં
જમીન લેનાર તરીકે પ્રવિણ અને અમિત દડૈયાનો નથી તથા સાક્ષી તરીકે વિપુલ પરસોત્તમ
ચૌહાણ (રહે. ગોવિંદનગર, મોચીનગર)ના
નામ હતાં.
આ બધાને તેઓ ઓળખતા પણ નથી. આ દસ્તાવેજ રાજકોટ ગ્રામ્ય
સબરજીસ્ટ્રાર કચેરી ખાતે ગઇ તા. ૨૫-૬-૨૦૨૪નાં રોજ રજીસ્ટર્ડ થયો હતો. જેથી આખરે
ગઇકાલે અરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.