A
– આજે
વર્લ્ડ હાર્ટ ડે
– સુરતમાં 70 હજાર યુવાનો સહિત ત્રણ લાખ જેટલા લોકો હૃદય સંબંધી
તકલીફ છે : એક વર્ષમાં 16000 લોકોની હૃદયની સર્જરી થાય છે
(પ્રતિનિધિદ્વારા) સુરત શનિવાર
સુરત
શહેરીજનો ચટાકેદાર ખાવાનો શોખીન તો છે જ પણ આજના યુવાનોની લાઈફ સ્ટાઈલ બદલાઈ રહી છે.
જેને કારણે સુરતના ૭૦ હજાર જેટલા યુવાનો સહિત અંદાજિત ૩ લાખ વધુ વ્યકિતઓને હૃદયરોગ
સંબંધી તકલીફથી પીડાઇ રહ્યાં છે. જયારે છેલ્લા કેટલાક સમયથી ટેન્શન, જંક ફૂડના વધુ ખાવા સહિતના લીધે હવે ૨૦ થી
૩૦ વર્ષેના યુવાનોમાં પણ હૃદય રોગનું પ્રમાણ વધ્યું છે. હૃદય રોગ અંગે જાગૃતિ આવે તે
માટે દર વર્ષે ૨૯મી સપ્ટેમ્બર વર્લ્ડ હાર્ટ ડે મનાવમાં આવે છે.
પ્રાપ્ત
વિગત મુજબ સુરત શહેરના ઘણા લોકો ચટાકેદાર વાનગી ખાવાના શોખીન છે. જેને લીધે ૫ થી
૧૦ વર્ષ પહેલાં ૪૫ થી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓને હૃદયરોગનો હુમલો આવતો અને હૃદય
સંબંધિત તકલીફ થતી હતી. પણ આજના યુગમાં બદલાયેલી લાઈફ સ્ટાઈલ કે જીવનશૈલી, જંક-ફુડ વધુ ખાવુ,
ડ્રગ્સ, તમાકુ, બીડી,
સિગારેટ, દારૃ સહિતના વ્યસનથી, બેદાડુ જીવન, વજન વધવુ, પુરતી
ઉંધ ન આવવી, માનસિક તાણ, વારસાગત,ડાયાબિટીસ, બ્લડપ્રેશર સહિતના હૃદય રોગનો હુમલો આવવાની
સકયતા છે. જોકે હાલમાં કેટલાક સમયથી બદલાતી લાઇફ સ્ટાઇલ, ટેન્શન,
સિગારેટ, દારૃ જેવા વ્યસ્ન વધુ કરવા સહિતના
લીધે ૨૦ થી ૩૦ વર્ષે યુવાનોને પણ હાર્ટ એટેક આવવાનું પ્રમાણ વધી રહ્યુ છે. એવું
મિનિમલ ઈનવેઝીક કાર્ડીયાક સર્જન ડો. આદિત્ય લાડે જણાવ્યું હતું.
સુરતમાં હાલમાં ૭૦ હજાર જેટલા યુવાનો તથા આઘેડ
અને વૃદ્ધ મળી અંદાજિત ત્રણ લાખથી વધુ લોકો હૃદય સંબંધી તકલીફથી પીડાતા હોવાની
સકયતા છે. સુરતમાં શહેરમાં એક વર્ષમાં બાયપાસ સર્જરી અને એન્જીયો પ્લાસ્ટી સાથે ૧૬,૦૦૦થી વધુ લોકોની
હૃદયની સર્જરી થાય છે. હૃદય રોગ સૌથી ખતરનાક છે કે, હૃદય
રોગના લક્ષણો અંગે જાણ હોતી નથી. જે તે વ્યકિતના છાતીમાં દુઃખાવો થાય, એટલે તેને તે વ્યકિત ગેસ, એ.સી.ડી.ટી સમજતા હોય છે
અને હોસ્પિટલ જતા નથી. જોકે લાંબા સમય સુધી છાતમાં બળતરા થયા, એ હૃદય રોગના લક્ષણો હોય શકે. જે વ્યકિતઓને, ડાયાબીટીઝ,
બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ સહિતની બિમારી તથા
૫૦ વર્ષથી વધુ ઉંમર હોય, તેમણે હૃદય અંગે તપાસ કરાવીને
ફિટનેસ ચેકઅપ કરાવવુ જોઇએ. એવુ ઇન્ટવેન્શનલ કાર્ડીયોલોજીસ્ટ ડો. સન્ની પટેલે કહ્યુ
હતું.
– હૃદય
રોગનો અટકાવવા રોજના ૩૦થી૪૫ મિનીટ ફાસ્ટ ચાલવુ કે સ્વીમીંગ કરવું
મોબાઇલમાં
વ્યસ્ત રહેવાને બદલે રોજના ૩૦થી ૪૫ મિનીટ ફાસ્ટ ચાલવુ કે દોડવુ કે સ્મીમીંગ સહિતની
કસરત કરવી, અને આઉટડોર ગેમથી હૃદય સ્વસ્થ રાખી શકાય છે. યોગ્ય ખારોક ખાવુ, બહારનું જંક ફૂડ ખાવાનું ટાળવુ,લીલા શાકભાજી કે ફળો
ખાવો, પુરતી ઉંધ લેવી, વજન નિયંત્રણ
રાખવુ, ડાયાબીટીસ, બ્લડપ્રેશર અને
કોલેસ્ટોલ હોય તો યોગ્ય તપાસ અને સારવાર કરવાવી જોઇએ, ફિટ
હોય તે વ્યક્તિહૃદયરોગનો હુમલો ટાળી શકે છે.
– હૃદયરોગના
લક્ષણો
હૃદય
રોગનો હુમલો આવવા પહેલા,
તે વ્યક્તિને ચાલતા ચાલતા કે કામ કરતી વખતે છાતીમાં ભાર જેવુ લાગે
કે છાતીમાં દુઃખાવો થાય, ચાલતા કે કામ કરતા શ્વાસ ચઢવો,
હાથમાં દુઃખાવો થવો, ગભરામણ થવુ, અચનાક બેભાન થઇ જાય પગમાં સોજો આવવા સહિતના લક્ષણો જોવા મળે છે. આ
પ્રકારની તકલીફ થાય તો નજીકના ડોકટર પાસે સારવાર અર્થે જવુ જોઇએ,