સુરત
19 દિવસના જેલવાસ બાદ આરોપીઓને ચાર્જશીટ રજુ ન થાય ત્યાં સુધી લાલગેટ
પોલીસની હદમાં ન પ્રવેશવા નિર્દે
સૈયદપુરા
વરીયાવી બજાર સ્થિત ગણેશ પંડાલમાં બહારથી રિક્ષામાં આવીને કાંકરીચાળો કરનાર છ કાયદાની
સંઘર્ષમાં આવેલા કિશોરોને ડીટેઈન કરતાં સૈયદપુરા
પોલીસ મથકમાં પથ્થરમારો-રાયોટીંગ કરવાના ગુનાઈત કારસામાં લાલગેટ પોલીસે જેલભેગા કરેલા
28આરોપીઓને
કોર્ટે રૃ.25 હજારના શરતી જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો છે.
સૈયદપુરા
પોલીસ મથક પર પથ્થર મારો તથા રાયોટીંગ કરી પોલીસ પર જીવલેણ હુમલો કરવાના કેસમાં લાલગેટ પોલીસે કુલ 28 જેટલા આ રોપીઓની ધરપકડ
કરી રિમાન્ડ મેળવ્યા બાદ જેલકસ્ટડીમાં સોંપ્યા હતા.છેલ્લાં 19 દિવસોથી જેલવાસ ભોગવતા આરોપીઓ એ નિયમિત જામીન પર મુક્ત કરવા માંગ કરી હતી.જેની
સુનાવણી દરમિયાન આરોપીઓના બચાવપક્ષે હસમુખ લાલવાલા,ઝેબા બાબુભાઈ
પઠાણ,જાવેદ મુલતાની વગેરેએ આરોપીઓ વયોવૃધ્ધ તથા યુવાન વયના હોઈ
સ્થાનિક રહીશ હોવાથી જામીન મુક્ત કરવા માંગ કરી હતી.તદુપરાંત આ કેસના અન્ય આરોપીઓને
શરતી જામીન આપવામાં આવ્યા હોય સમન્યાય ના સિધ્ધાંત હેઠળ પ્રથમ દર્શનીય કેસના અભાવે
જામીન મુક્ત કરવા માંગ કરી હતી.જેને કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા કાનુની જોગવાઈને
ધ્યાને લઈને તમામ આરોપીઓને રૃ.25 હજારના કડક શરતોને આધીન જામીન
મુક્ત કરવા હુકમ કર્યો હતો.જે શરતોમાં મુખ્યત્વે આરોપીઓને ચાર્જશીટ રજુ ન થાય ત્યાં
સુધી લાલગેટ પોલીસ મથકના હદમમાં માત્ર હાજરી
પુરાવવા સિવાય પ્રવેશ ન કરવા,પાસપોર્ટ જમા કરાવવા,ભારત દેશની હદ કોર્ટની પરવાનગી વગર ન છોડવા સહિતની શરતો લાગુ કરવામાં આવી છે.